Home Religion જૂનાગઢમાં દેશના પ્રથમ “પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે”નો પ્રારંભ, 1 કિલો પ્લાસ્ટિકની સામે મળશે...

જૂનાગઢમાં દેશના પ્રથમ “પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે”નો પ્રારંભ, 1 કિલો પ્લાસ્ટિકની સામે મળશે પૌવા-ઢોકળાં!

Face Of Nation 30-06-2022 : જૂનાગઢમાં સખી મંડળની મહિલાઓએ પ્લાસ્ટિક વપરાશના નુકસાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે એક અનોખી પહેલ કરી છે. શહેરની મધ્યમાં એક પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ કરાયું છે. જેનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ઉદઘાટન કરાયું હતું. તો બીજીતરફ જૂનાગઢ કલેક્ટર રચિત રાજે કહ્યું હતું કે, અમે સ્વચ્છ અને હરિયાળા જૂનાગઢને પ્રમોટ કરવા માગીએ છીએ. શરૂઆતમાં અમે 500 ગ્રામ પ્લાસ્ટિક કચરાના બદલમાં 1 ગ્લાસ લીંબુનો રસ અથવા વરિયાળીનો રસ આપીશું. 1 કિલો પ્લાસ્ટિક કચરાની સામે એક પ્લેટ ઢોળકા અથવા પૌવા આપવામાં આવશે. આ કાફેમાં જે લોકો પ્લાસ્ટિક જમા કરાવે તે લોકોને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત અલ્પાહર મળી રહેશે. આ પહેલ દ્વારા લોકોમાં પ્રકૃતિ પ્રેમ જળવાઈ રહેશે તેમજ પ્લાસ્ટિકનો વપરાશ પર પણ અંકુશ આવશે. આ કાફેની ડિઝાઈનમાં વાંસની સુંડલીઓનો વિશેષ ઉપયોગ કરાયો છે. ઉપરાંત દિવાલો પર પણ વૃક્ષો ફૂલોથી ડિઝાઈન બનાવવામાં આવી છે. જેથી મુલાકાત લેનારા લોકો પ્રકૃતિ સાથે એક ખાસ પ્રકારનું જોડાણ અનુભવે. કાફેમાં મુલાકાતીઓને માટીના વાસણોમાં શુદ્ધ અને સાત્વિક પદ્ધતિથી તૈયાર થયેલું ઓર્ગેનિક ફૂટ પીરસવામાં આવશે. જે સખીમંડળની જ મહિલાઓ દ્વારા તૈયાર કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).