Face Of Nation 1-07-2022 : ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા આવતીકાલે (પહેલી) જુલાઈ અને શુક્રવારે નીકળવાની છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે, ત્યારે રાજ્યના રાજા પહિંદવિધિ કરતા હોવાની પરંપરા છે. જેથી રાજ્યના મુખ્યમંત્રી દર વર્ષે પહિંદવિધિ કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે. જોકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાના બે દિવસ પહેલા જ કોરોનાગ્રસ્ત થતાં પહિંદવિધિ કોણ કરશે તેવો રાજ્યમાં મોટો ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ મોડી રાતે સરકાર આ મામલે સત્તાવાર જાહેરાત કરી છે કે, પહિંદવિધિ ભૂપેન્દ્ર પટેલ કરશે.
આચાર્ય દેવવ્રત આવતીકાલે પહિંદવિધિ કરે તેવી ચર્ચા
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોનાગ્રસ્ત થતા પહિંદવિધિ કોણ કરશે તે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચર્ચાઓમાં હાલમાં રાજ્યમાં સૌથી મોટું બંધારણીય પદ તરીકે જો હોય તો રાજ્યના રાજ્યપાલનું પદ હોય છે. મુખ્યમંત્રીની ગેરહાજરીમાં રાજ્યપાલની જવાબદારી હોય છે. જેથી આચાર્ય દેવવ્રત આવતીકાલે પહિંદવિધિ કરે તેવી ચર્ચા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના પ્રતિનિધિ તરીકે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ પહિંદ વિધિ કરી શકે છે. જોકે મોસ્ટ સિનિયર મંત્રી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીનું નામ પણ ચર્ચામાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat સત્તાવાર જાહેરાત : મોડી રાતે રાજ્ય સરકારની જાહેરાત; ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં...