Face Of Nation 2-07-2022 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા 5મી ટેસ્ટનો પહેલો દિવસ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ ગુમાવીને 338 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન ઋષભ પંતે બનાવ્યા તેને 146 રનની શાનદાર ઈનિંગ રમી. રવિન્દ્ર જાડેજા 83 રન પર નોટઆઉટ છે, તેનો સાથ મોહમ્મદ શમી આપી રહ્યો છે. તો ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને સૌથી વધુ 3 વિકેટ પોતાના નામે કરી. એક સમયે ટોસ હારીને પહેલી બેટિંગ કરતા ભારતે 98 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી પંત અને જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 222 રનની ભાગીદારી કરી. આ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ભાગીદારી છે.
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ ફોર્મેટમાં તેને ત્રીજી સેન્ચુરી ફટકારી
પંતે 89 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી સેન્ચુરી ફટકારી, આ તેની કેરિયરની 5મી ટેસ્ટ સેન્ચુરી છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ ફોર્મેટમાં તેને ત્રીજી સેન્ચુરી ફટકારી છે. તો રવિન્દ્ર જાડેજાએ કેરિયરની 18મી હાફ સેન્ચુરી ફટકારી છે. ભારતીય ઈનિગની શરૂઆત સારી રહી ન હતી અને 98 રનના સ્કોરે અડધી ટીમ પેવેલિયન પરત ફરી. ભારતના ટોપ ઓર્ડરના બેટ્સમેન ફેલ રહ્યાં. ઓપનર શુભમન ગિલ 17 અને ચેતેશ્વર પુજારા 13 રન બનાવીને જેમ્સ એન્ડરસનને વિકેટ આપી હતી. હનુમા વિહારી 20, કોહલી 11 અને શ્રેયસ અય્યર 15 રન બનાવીને આઉટ થઈ ગયા.
કોહલી અને અય્યરનો ફ્લોપ શો યથાવત
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ યથાવત છે. ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિરાટના બેટમાંથી 19 બોલમાં માત્ર 11 રન નીકળ્યા. તે મેથ્યૂ પોટ્સના બોલમાં બોલ્ડ થઈ ગયો. વિરાટ ઓફ સ્ટમ્પની બહાર જતી બોલને રમવા માગતો હતો, પરંતુ બોલ બેટ કોર પર લાગ્યો અને સ્ટમ્પમાં વાગ્યો. કોહલી 71મી સેન્ચુરી ક્યારે મારશે તેની રાહ તેના ફેન્સ પણ જોઈ રહ્યાં છે. કોહલીએ છેલ્લી સેન્ચુરી 23 નવેમ્બર 2019નાં રોજ ફટકારી હતી. તો બીજીતરફ શ્રેયસ અય્યર પણ મેચમાં કંઈ ખાસ કમાલ ન દેખાડી શક્યો. તે 11 બોલમાં 15 રન બનાવીને એન્ડરસનના બાઉન્સ બોલમાં સેમ બિલિંગ્સને કેચ આપી બેઠો.
20 રન બનાવીને વિહારી આઉટ
મેથ્યુ પોટ્સનો અંદર આવતો બોલ હનુમા વિહારી સમજી ન શક્યો અને LBW આઉટ થઈ ગયો. પોટ્સે બેક ઓફ લેન્થ બોલ ફેંક્યો જે અંદરની સાઈડ ઝડપથી આવી. બોલ પેડ પર લાગી અને અમ્પાયરે આઉટનો ઈશારો કરી દીધો. હનુમાએ મેચમાં 20 રન બનાવ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports ભારત-ઈંગ્લેન્ડ : બર્મિગહામમાં પંતનો ‘પતંગ ઉડ્યો’ બનાવ્યા 146 રન; ઈંગ્લેન્ડ વિરૂદ્ધ છઠ્ઠી...