Home Politics કોર્ટે કેમ આપી મુખ્યમંત્રી કેજરીવાલ અને કુમાર વિશ્વાસને સંપત્તિ જપ્ત કરવાની ચેતવણી...

કોર્ટે કેમ આપી મુખ્યમંત્રી કેજરીવાલ અને કુમાર વિશ્વાસને સંપત્તિ જપ્ત કરવાની ચેતવણી ?

Face of Nation:દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કુમાર વિશ્વાસ અને અન્ય ફરાર જાહેર કરી તેમની સંપત્તિ જપ્ત કરવાની ચેતવણી આપી છે. વિશેષ કોર્ટ કહ્યુ કે, જો સાત ઓગસ્ટ સુધી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલામાં સુપ્રીમ કોર્ટનો નવો આદેશ રજૂ કરવામાં નહી આવે તો સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ખાસ જજ પવન કુમાર તિવારીએ આ આદેશ આરોપીઓના વકીલને સાંભળ્યા બાદ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશને રજૂ કરો. જો આમ કરવામાં નહી આવે તો ફરાર વોરંટ, જપ્ત વોરંટ જાહેરાત કરવામાં આવી શકે છે, કોર્ટે કહ્યું કે, પૂર્વ નિયત તારીખ પર આરોપીઓ તરફથી હાજર વકીલે આશ્વાસન આપ્યુ હતું કે, 19 જૂલાઇના રોજ પૂર્વ સુપ્રીમ કોર્ટનો સ્ટે ઓર્ડર રજૂ કરવામાં આવશે જે અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવ્યો નથી. કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે 10 એપ્રિલના આદેશની કોપી રજૂ કરવામાં આવી છે તેમાં સ્ટે ઓર્ડરનો ઉલ્લેખ નથી.

નોંધનીય છે કે અમેઠી જિલ્લાના ગૌરીગંજ પોલીસ સ્ટેશનમાં 2014માં રસ્તો બ્લોક કરી આચાર સંહિતાનો ભંગ કરવાનો કેસ દાખલ થયો હતો. જેમાં કેજરીવાલ, કુમાર વિશ્વાસ, હરિકૃષ્ણ, રાકેશ તિવારી, અજય સિંહ, બબલૂ તિવારી વિરુદ્ધ કેસ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.