Face Of Nation 03-07-2022 : બર્મિંગહામમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે 5મી ટેસ્ટ રમાઈ રહી છે ત્યારે ત્રીજા દિવસે વિરાટ કોહલી અને ઇંગ્લેન્ડના બેટ્સમેન જૉની બેયરસ્ટો વચ્ચે વિવાદ થયો હતો, બન્ને વચ્ચેનો વિવાદ ત્યા સુધી આગળ વધ્યો હતો કે અમ્પાયરે વચ્ચે પડી બન્નેને શાંત કરાવ્યા હતા. બન્ને ખેલાડીઓ વચ્ચે જે વિવાદ થયો હતો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બીજા દિવસે મેચ પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડની અડધી ટીમ 84 રનમાં પેવેલિયન પરત ફરી ચુકી હતી. ત્રીજા દિવસે રમત શરૂ થઈ ત્યારે કોહલી ટીમના ખેલાડીઓમાં જુસ્સો વધારતો જોવા મળતો હતો. 32મી ઓવરમાં બોલ મોહમ્મદ શમી પાસે હતો.
તારું મો બંધ કર-ચૂપચાપ બેટિંગ કર : કોહલી
ઓવરના પ્રથમ બોલ પર જૉની બેયરસ્ટો કોઈ રન બનાવી શક્યો ન હતો. ત્યારબાદ પ્રથમ સ્લિપમાં રહેલા કોહલીએ કહ્યું-આ સાઉદી નથી કે ચોગ્ગા-છગ્ગા મારી દો. બેયરસ્ટો આ વાતથી ભારે ગુસ્સામાં આવી ગયો અને કોહલી સામે બૂમો પાડવા લાગ્યો. આ અંગે કોહલી પણ ચૂપ રહ્યો નહીં અને બેયરેસ્ટો તરફ આગળ વધ્યો. ત્યારબાદ તેણે કહ્યું- તારું મો બંધ કર અને ચૂપચાપ બેટિંગ કર. બન્ને વચ્ચેનો વિવાદ આગળ વધતો જોઈ અમ્પાયર વચ્ચે પડ્યા હતા. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ બન્નેને શાંત પાડ્યા હતા.
કોહલીએ જ શમીના બોલ પર બેયરસ્ટોનો કેચ પકડ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે બેયરસ્ટોએ આ મેચ અગાઉ ન્યૂઝીલેન્ડ સામે ઘણા રન બનાવ્યા હતા. કોહલીએ આ મેચ અંગે જ ટકોર કરી હતી.છેવટે વિરાટ કોહલીએ જ શમીના બોલ પર બેયરસ્ટોનો કેચ પકડ્યો હતો. તે 140 બોલમાં 106 રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યાં હતા.
1 દિવસ અગાઉ બંને મજાકના મૂડમાં જોવા મળ્યા હતા
ત્રીજા દિવસે કોહલી અને બેયરસ્ટો વચ્ચે મેદાન પર ભલે વિવાદ થયો હોય,પણ એક દિવસ અગાઉ વિરાટ અને બેયરસ્ટો મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. આ ઘટના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારબાદની હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).