Face Of Nation 03-07-2022 : સાબરકાંઠા જિલ્લાના કાશ્મીર ગણાતા વિજયનગરના પોળોના જંગલમાં સહેલાણીઓ વધારો થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતનું એક માત્ર કુદરતી સૌંદર્યની સમૃધ્ધિ ધરાવતું અને ઐતિહાસિક વિરાસત સમા વિસ્તાર અભાપુરમાં હવે ઈ-રીક્ષા થકી પોળોના જંગલમાં પ્રદૂષણ ફેલાતું રોકવા પ્રયાસ કરાયો છે. અહીં પેટ્રોલ-ડીઝલની કારમાં જવા નહીં મળે. તાજેતરમાં જ અહીં ઈ-રીક્ષા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. તો કલેક્ટરે પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ 3 રસ્તા સુધીના રોડ પર 4 પૈડા-તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે આ ઈ-રીક્ષા જ સહારો બનશે. તો બીજીતરફ પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. પરંતુ અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય છે વર્ષાઋતુ. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે જેને જોઇને આપનું મન મોહી લેશે.
સાબરકાંઠાનો પિકનિક પોઈન્ટ
પોળોના જંગલોને ખાસ કરીને વીડિયોગ્રાફી, શૂટિંગ, ફોટોગ્રાફી કે પછી પિકનિક તરીકે વધારે મહત્વ આપવામાં આવે છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. તેમજ અહીં આપને નગરના અવશેષો પણ જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, ઇડર અને હિંમતનગરથી પ્રવાસીઓ અહીંના સ્થળની મુલાકાત લેતા થયા છે. જોકે આ વિસ્તાર હજુ પ્રવાસન તરીકે પૂર્ણ રીતે વિકસાવાયો નથી.
પોળોનું જંગલ અમદાવાદથી 110 કિમી દૂર છે
અમદાવાદથી હિંમતનગર, પ્રાંતિજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પ સાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં રોકાઇ શકો છો. પરંતુ તેના માટે સાબરકાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.
સહેલાણીઓને સવલત અને સ્થાનિકોને રોજગારી
અભાપુર ખાતે ઇ-રીક્ષા લોકાર્પણ સમયે જિલ્લા વિકાસ અધિકારી શાહે જણાવ્યું હતું કે, પોળો સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય પર્યટન સ્થળ છે અને વિપુલ કુદરતી સૌંદર્યનો ભંડાર છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ના ફેલાય અને તે જોવાનું સ્થાનિકો અને વહિવટી તંત્રની જવાબદારી છે. શુધ્ધ હવા એ દરેક જીવનો અધિકાર છે અને તેનું સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે. ઇ-રીક્ષા થકી પર્યાવરણની જાળવણી થાય છે. વાતાવરણ પ્રદૂષણમુક્ત બનશે. આ વિસ્તારના લોકોને રોજગારી મળવાની સાથે બહારથી સહેલ માણવા આવતા લોકોને નવી સવલત મળશે.
પોળોમાં ટુ-વ્હીલર સિવાયના વાહનો પર પ્રતિબંધ
સાબરકાંઠાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નિહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે આવતા લોકો પોતાની સાથે પ્લાસ્ટિકની બેગ તેમજ અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે. જેને પગલે કુદરતના ખોળે પ્રદૂષણ જેવી આપત્તિ ઉભી થાય છે. આથી પોળો જંગલ ખાતેના શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરિઝમ તરીકે વિક્સાવવા માટે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાએ 17 જૂને જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પોળો વિસ્તારના શારણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતાં પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધ 16 ઑગસ્ટ સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ સંહિત કલમ 188 હેઠળ દંડ કાર્યવાહી કરાશે.
પોળોનું જંગલ એ ગુજરાતનું જોવાલાયક સ્થળ પૈકીનું એક
અમદાવાદથી લગભગ 160 કિલોમીટરના અંતરે આવેલા પોળોના જંગલો એ જોવા લાયક સ્થળ છે. આ જંગલ ઇડર તાલુકાના વિજયનગર નજીક આવેલું છે. પ્રાચીન પોળો શહેર હરણાવ નદીને કાંઠે વસેલું છે, ઇડરના પરિહાર રાજાઓ દ્વારા 10મી સદીમાં આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું લોકમુખે સાંભળવા મળે છે. ત્યારબાદ મારવાડના રાઠોડ રાજપૂતો દ્વારા 15મી સદીમાં આ સ્થળ કબ્જે કરાયું હતું. આ સ્થળ ગુજરાત અને રાજસ્થાનની બરોબર વચ્ચે આવેલું હોવાથી તેને ‘દ્વાર’નું પ્રતિક આપવામાં આવ્યું હોવાનું લોકમુખે ચર્ચાય છે.
મંદિરની કોતરણી અને કલા કારીગરી આર્કિટેક વૈભવ
બન્ને તરફ પર્વતો અને પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલ આ પોળોનું જંગલ મુલાકાતીને યાદગાર રહી જાય તેવું છે. આ સ્થળે 10 સદીમાં બનેલું એક શિવ મંદિર પણ આવેલું છે.જ્યાંની કોતરણી અને કલા કારીગરી વર્ષો પહેલાની આર્કિટેક શૈલીની અનુભૂતિ કરાવે છે.
450 પ્રજાતિઓ પક્ષીઓ, 275 સસ્તન પ્રાણીઓની પ્રજાતિ
પોળોનું જંગલમાં 400 શુષ્ક મિશ્ર પાનખર જંગલ ચોરસ કિમી વિસ્તાર ચોમાસાને બાદ સપ્ટેમ્બર અને ડિસેમ્બર વચ્ચે સૌથી વિપુલ જ્યારે નદીઓ સંપૂર્ણ છે, પરંતુ વર્ષના કોઇ પણ સમયે તે સમૃદ્ધ વન્યજીવન અનુભવ પૂરો પાડે છે. ત્યાં ઔષધીય છોડ કરતાં વધુ 450 પ્રજાતિઓના પક્ષીઓ, 275 આસપાસ સસ્તન પ્રાણીઓમાં પેટે ઘસીને ચાલતી 32 પ્રજાતિ છે.
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું પણ આયોજન
પોળોના જંગલોમાં પ્રવેશતા જ રોડની બન્ને બાજુ એ ઝુકેલાં ઝાડ અને પશુ-પક્ષીઓનો કોલાહલ પ્રવાસીનું જાણે સ્વાગત કરતા હોય તેવું લાગે છે. વહેતી ખળ-ખળ નદી અને ઝરણાં મુલાકાતીનું મન મોહી લે છે. અલ્પ પ્રચલિત આ જંગલમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા પોળો ઉત્સવનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્ય અને દેશ-વિદેશના મોટા પર્યટકો ઉમટી પડે છે.
પોળોના જંગલમાં એક વાર કેમ પ્રવાસ કરવો જોઇએ
ગુજરાતના એવા પ્રવાસન સ્થળની જે ખૂબ જ નજીક, એક દિવસીય પ્રવાસ, પિકનિક માટેનું ઐતિહાસિક સ્થળ છે. આ સ્થળનું નામ છે વિજયનગર, જેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે.વિજયનગરનું પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).