Face Of Nation 03-07-2022 : ઇંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરની સિરીઝ અગાઉ ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા કોરોના મુક્ત થઈ ગયો છે. તેનો સતત ત્રણ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હવે રોહિત 7મી જુલાઈથી શરૂ થઈ રહેલી 3 T-20 મેચની સિરીઝની પ્રથમ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્મા બર્મિંગહામમાં રમાઈ રહેલી 5મી ટેસ્ટ અગાઉ કોરોના સંક્રમિત થયો હતો. તેને લીધે તેણે મેચમાંથી બહાર થવું પડ્યું હતું. તેના સ્થાને ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ટીમમાં કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવેલી છે. રોહિતની ગેરહાજરીમાં ભારતીય ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી ચેતેશ્વર પુજારાએ નિભાવી છે. રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવેલ મયંક અગ્રવાલને ઇંગ્લેન્ડ બોલાવવામાં આવ્યો હતો.
ક્વૉરેન્ટીનથી બહાર આવ્યો હિટમેન
રોહિત શર્મા ક્વૉરેન્ટીનથી બહાર આવ્યો છે. હવે તેને કોરોના પ્રોટોકોલ હેઠળ લંગ્સની તપાસમાંથી પસાર થવાનું રહેશે. આ ટેસ્ટ બાદ તેઓ ટીમ સાથે જોડાઈ શકશે. કોરોના મહામારીની સૌથી વધારે અસર ફેફસાં પર થાય છે.
પ્રથમ T-20માં પંત, બુમરાહ-વિરાટ રમશે નહીં
ઇંગ્લેન્ડ સામે ત્રણ T-20 મેચની સિરીઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત નહીં રમે. આ તમામ ખેલાડી 1લી જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થયેલી મેચમાં રહી રહ્યા છે. આ મેચ 5 જુલાઈના રોજ પૂરી થશે અને પ્રથમ T-20 7મી જુલાઈના રોજ રમાશે. બન્ને મેચમાં ઓછો ગેપ હોવાથી ટેસ્ટમાં ઉતરનાર ખેલાડીઓને પ્રથમ T-20માં આરામ આપવામાં આવશે. આ ખેલાડીઓ સિરીઝની બીજી મેચમાં ટીમમાં જોડાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).