Face Of Nation 03-07-2022 : અસમના 30 વર્ષીય એક્ટર કિશોર દાસનું બીજી જુલાઈના રોજ અવસાન થયું હતું. છેલ્લાં એક વર્ષથી કિશોરને કોલન કેન્સર હતું. કિશોરના અવસાનથી માત્ર પરિવાર જ નહીં, ચાહકોને પણ ઘેરો આઘાત લાગ્યો છે. તો બીજીતરફ ચેન્નઈની હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. કિશોર દાસની સારવાર ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. કિશોર માર્ચ, 2022થી અહીંયા સારવાર કરાવતો હતો. જીવનના અંતિમ દિવસોમાં તેને કોરોના થયો હતો. આ જ કારણે તેને વધુ મુશ્કેલીઓ થઈ હતી. કિશોર દાસે 300થી વધુ મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેનું ગીત ‘તુર્રુત તુર્રુત’ ઘણું જ લોકપ્રિય થયું હતું. સોશિયલ મીડિયામાં કિશોર દાસનો બહોળો ચાહક વર્ગ હતો.
કિમોને કારણે તેને ઘણી જ તકલીફ પડતી
કિશોર દાસે હોસ્પિટલમાંથી થોડાં દિવસ પહેલાં જ તસવીર શૅર કરી હતી. કિશોર દાસને સ્ટેજ ફોરનું કેન્સર હતું અને તેની કિમોથેરપી ચાલતી હતી. કિમોને કારણે તેને ઘણી જ તકલીફ પડતી હતી. કિશોરે કહ્યું હતું કે તેને નબળાઈ, વોમિટિંગ, ચક્કર જેવી સમસ્યા થાય છે.
કેન્સરની જાણ થતાં જીવન બદલાઈ ગયું
કિશોર સોશિયલ મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ શૅર કરીને તબિયત અંગે વાત કરતો હતો. તેણે કહ્યું હતું કે તે ડૉક્ટરની સલાહ વગર તે બીજી કોઈ દવા પણ લઈ શકતો નથી. જ્યારે તેને કેન્સરના ચોથ સ્ટેજની જાણ થઈ તો તેનું જીવન એકદમ જ બદલાઈ ગયું હતું. તેને કીમોથેરપી દરમિયાન ઘણી જ તકલીફ થતી હતી. કિશોર ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ તથા ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં પણ જોવા મળ્યો હતો. ‘મોડલ હંટ’માં કિશોર દાસ ફર્સ્ટ રનરઅપ રહ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).