Face Of Nation 04-07-2022 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચનો ચોથો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 284 રન સમેટાયા બાદ ભારતે બીજી ઈનિંગમાં 245 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને 236 રન કર્યા છે. જોની બેયરસ્ટો અને જો રુટ ક્રીઝ પર છે. બંને શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. રુટે પોતાની ટેસ્ટ કરિયરની 55મી ફિફ્ટી પણ ફટકારી. તો બેયરસ્ટોએ પોતાની 11મી ફિફ્ટી મારી. જીત માટે ઈંગ્લેન્ડને 124 રનની જરૂરિયાત છે.
2 ઓવરમાં ભારતે બે રિવ્યૂ ગુમાવ્યા
ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 2 ઓવરમાં 2 રિવ્યૂ ગુમાવ્યા. પહેલા રવિન્દ્ર જાડેજાની બોલમાં જો રુટ માટે LBWની અપીલ થઈ, પરંતુ અમ્પાયરે નોટઆઉટ આપ્યો. ભારતીય ખેલાડીઓને લાગ્યું કે રુટ આઉટ છે અને રિવ્યૂ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જતો હતો. આ ઓવરની બીજી ઓવરમાં શમીના બોલમાં એક વખત ફરી ભારતીય ખેલાડીઓએ LBW માટે જોરદાર અપીલ કરી. આ વખતે પણ બેટ્સમેન રુટ જ હતો. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે બોલ સ્ટમ્પની ઉપર જઈ રહ્યો છે અને ફરી એક વખત રુટ બચી ગયો અને ટીમ ઈન્ડિયાએ પોતાના બે રિવ્યૂ ગુમાવ્યા.
કેપ્ટન જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડને ઝાટકા આપ્યા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડની શરૂઆતની બંને વિકેટ લીધી હતી. ટી પહેલાં તેને જેક ક્રોલીને 46 રનના સ્કોર પર બોલ્ડ કર્યો. તો ટી પછી પહેલી જ બોલમાં ઓલી પોપની વિકેટ લીધી. ઈંગ્લેન્ડની ટીમ બે ઝાટકાથી હજુ બહાર આવવાના પ્રયાસમાં હતી ત્યારે મોહમ્મદ શમીના એક શાનદાર થ્રોને કારણે એલેક્સ લીસ રનઆઉટ થઈ ગયો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Sports ભારત-ઈંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ : રૂટ-બેયરસ્ટોએ ભારતીય બોલરોને વિકેટ માટે હંફાવ્યા, ઈંગ્લેન્ડને જીત...