Face Of Nation:સુરત ગત રોજ બપોર બાદ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગતરોજ સામાન્ય વરસાદ બાદ મોડી રાત્રીથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે સવાર સુધી યથાવત રહ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત સિટી અને તાપી જિલ્લાના નિઝરમાં 3 ઈંચ થી વધુ વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ સુધી શહેરમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન રાત્રે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત સિટીમાં 3.4 ઈંચ અને તાપી જિલ્લાના નિધરમાં 3.4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં સામાન્ય 3 મિમિથી લઈને 3.4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સાત તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.