Home Uncategorized ઉત્તરમાં મેહુલાની મોજ:બાયડ,માલપુર, મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો

ઉત્તરમાં મેહુલાની મોજ:બાયડ,માલપુર, મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો

Face Of Nation:સૌરાષ્ટ્રના ધમરોળી રહેલા મેઘરાજા ઉત્તર ગુજરાત પણ પહોંચી ગયા છે. વરસાદે રવિવારે દિવસભર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં બેટિંગ કર્યા બાદ મોડી રાત્રે ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી મારી હતી. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકમાં શ્રીકાર વરસાદ થયો હતો. અરવલ્લીમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના પગલે 3 તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો.

અરવલ્લીના બાયડ, માલપુર, મોડાસામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધનસુરામાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાના ભિલોડા, મેઘરજમાં પણ સામાન્ય ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.સાબરકાંઠા જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના અનેક તાલુકમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું હતું. હિંમતનગરમાં વહેલી સવારે 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના ખેડબ્રહ્મા, પોશીનામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.