Home Sports ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ઐતિહાસિક નિર્ણય; મહિલા-પુરુષ ક્રિકેટર્સને સમાન મેચ ફી આપવાનો નિર્ણય...

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ઐતિહાસિક નિર્ણય; મહિલા-પુરુષ ક્રિકેટર્સને સમાન મેચ ફી આપવાનો નિર્ણય કર્યો, દર વર્ષે 40 લાખના બદલે 79 લાખ સુધીની કમાણી!

Face Of Nation 06-07-2022 : ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ઐતિહાસિક નિર્ણય લેતા મહિલા અને પુરુષ ક્રિકેટર્સને સમાન મેચ ફી આપવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ પ્લેયર્સ એસોસિએશન અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ વચ્ચે 5 વર્ષના કરાર થયા, જે હેઠળ ન્યૂઝીલેન્ડની મહિલા અને પુરુષ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટિક ક્રિકેટ મેચમાં એક જ કોન્ટ્રાક્ટ અનુસાર મેચ ફી અપાશે.
દર વર્ષે 40 લાખના બદલે 79 લાખની કમાણી
કરાર પહેલી ઓગષ્ટથી લાગુ થશે.નવા કરાર અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂઝીલેન્ડની ટોચની મહિલા ક્રિકેટર હવે દર વર્ષે 40 લાખના બદલે 79 લાખ રૂપિયા સુધીની કમાણી કરશે. નવમાંથી 17માં ક્રમે રહેલી ખેલાડીઓને પણ હવે તેટલો જ ફાયદો થશે. જેમને અનુક્રમે 72 લાખથી 69 લાખ રૂપિયા જેટલી કમાણી થશે.
ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટર્સની સેલેરી વધશે
દેશના 6 મોટા ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલી ડોમેસ્ટિક મહિલા ખેલાડીઓને પણ વાર્ષિક 9 લાખ રૂપિયા મળી શકશે. ડોમેસ્ટિક પ્લેયર્સ અત્યારસુધી વાર્ષિક 1.6 લાખ રૂપિયાની કમાણી કરતી હતી. વેતનના માળખામાં કરાયેલા ફેરફારની સાથે ન્યૂઝીલેન્ડ મહિલા ક્રિકેટર્સની સેલેરી ભારતીય મહિલા ક્રિકેટર્સથી વધી જશે. BCCIની એ કેટેગરીમાં સામેલ ભારતીય મહિલા ક્રિકેટર્સને વર્ષે 50 લાખ રૂપિયા, બી-કેટેગરીમાં 30 લાખ રૂપિયા અને સી-કેટેગરીમાં 10 લાખ રૂપિયા મળે છે.
મહિલા કેપ્ટને આ નિર્ણયોને ગેમચેન્જર ગણાવ્યા
ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈને નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે- આ મહિલા ક્રિકેટ માટે સૌથી મોટો નિર્ણય છે. મહિલાઓને પુરુષ ક્રિકેટરોની સાથે એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવી મોટી વાત છે. આ નિર્ણય યુવા મહિલાઓને રમત માટે આકર્ષવાનું કામ કરશે. ન્યૂઝીલેન્ડની પુરુષ ટીમના કેપ્ટન વિલિયમ્સને કહ્યું કે,‘મહિલા-પુરુષ ખેલાડીઓને સમર્થન આપવું આપણી જવાબદારી છે, એવામાં આ નિર્ણય મોટું ડગલું છે.’ (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).