Home News સુરત:શિક્ષણનો શર્મસાર કિસ્સો,શિક્ષક કરતો વિદ્યાર્થીઓની છેડછાડ,ફરિયાદ થતા નાઠયો

સુરત:શિક્ષણનો શર્મસાર કિસ્સો,શિક્ષક કરતો વિદ્યાર્થીઓની છેડછાડ,ફરિયાદ થતા નાઠયો

Face Of Nation:સુરતમાં શિક્ષણ જગતને ફરિથી કલંકિત કરતો બનાવ બન્યો છે. સુરતના માંડવીના ઉતેવા ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કરી હોવાની ઘટના બની છે. આ લંપટ શિક્ષક દ્વારા અગાઉ પણ 15 જેટલી વિદ્યાર્થિનીઓની સાથે શારીરિક છેડતી કરાઇ હોવાની માહિતી સુત્રો આપી રહ્યા છે. વિદ્યાર્થિનીએ પરિવારને શિક્ષકની કરતૂત જણાવતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના માંડવીના ઉતેવા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અર્જુન ચૌધરી નામનો શિક્ષક ફરજ બજાવે છે. તે છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક છેડતી કરતો આવતો હતો. અર્જૂન ચૌધરીએ વધુ એક વિદ્યાર્થિનીની શારીરિક છેડતી કરી હતી.જોકે, આ વખતે વિદ્યાર્થિનીએ શિક્ષકની કાળી કરતૂત પરિવારજનોને જણાવી હતી. જેથી પરિવારજનોએ શિક્ષક વિરુદ્ધ માંડવી પોલીસમાં ફરિયાદ કરી હતી.જેના પગલે પોલીસ ફરિયાદ લઇને પોક્સોનો ગુનો નોંધ્યો છે. પોતાના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થવાની જાણ થતાં લંપટ શિક્ષક ફરાર થયો હતો. આ સાથે ગ્રામજનોમાં પણ શિક્ષક વિરુદ્ધ રોષની લાગણી ફેલાઇ છે.