Home Uncategorized સામાન્ય નાગરિક માટે ખુશખબર, ખાદ્ય તેલનાં ભાવ ઘટશે; ઓઇલ કંપનીઓને અપાયો આદેશ,...

સામાન્ય નાગરિક માટે ખુશખબર, ખાદ્ય તેલનાં ભાવ ઘટશે; ઓઇલ કંપનીઓને અપાયો આદેશ, સપ્તાહની અંદર પ્રતિ લિટર 10 રૂ. ભાવ ઘટાડવા આપ્યો આદેશ!

Face Of Nation 06-07-2022 : આસામાન આંબી રહેલી મોંઘવારીને જમીન પર સ્થિર કરવા મોદી સરકાર એક પછી પગલાં ભરી રહી છે. પેટ્રોલ-ડીઝલ, સિમેન્ટ, સ્ટીલના ભાવ ઘટાડા બાદ હવે સરકાર ખાદ્ય તેલની કિંમતોને કાબુમાં લેવાના પગલાં ભરવાનું શરુ કર્યાં છે. ત્યારે હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય તેલનાં ભાવમાં એક અઠવાડિયાની અંદર ઘટાડો થશે. આ માટે ખાદ્ય તેલની કંપનીઓને આદેશ અપાયા છે. ભાવ ઘટાડવા માટે કંપનીઓને એક અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો હોવાનું ફૂડ સેક્રેટરી સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું.
તેલનાં ભાવ દેશમાં એકસરખા રખાય તેવો આદેશ
આ ઉપરાંત તેલનાં ભાવ દેશભરમાં એકસરખા રાખવામાં આવે તેવો આદેશ પણ આપવામાં આવ્યો છે. જેનાં કારણે અવ્યવસ્થા ન સર્જાય અને અમુક વિસ્તારોમાં કાળાબજાર જેવી સ્થિતિ ઊભી ન થાય. તો બીજીતરફ ગ્રાહકોની એવી ફરિયાદ જોવા મળતી હોય છે કે ખાદ્ય તેલની પ્રોડક્ટમાં દર્શાવવામાં આવેલી કિંમત કરતાં પેકેટની અંદર ઓછી ક્વોન્ટિટી હોય છે. આ સમસ્યાનું પણ યથાયોગ્ય નિવારણ લાવશે.
ભારત 60 ટકા ખાદ્ય તેલ વિદેશમાંથી મંગાવે છે
ભારત ખાદ્ય તેલની 60 ટકાથી વધુ આયાત કરે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ઉપરાંત ઇન્ડોનેશિયા દ્વારા નિકાસ પર પ્રતિબંધને કારણે આયાત પર અસર પડી છે. આ કારણે વૈશ્વિક તેમજ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જો કે સરકારે ભાવ ઘટાડાને લઈને ગત વર્ષે પણ અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).