Home Uncategorized કૅબિનેટ મંત્રી ઈશ્વર પરમારને બદકામના આક્ષેપમાં ફસાવી ધમકી આપનાર મહિલાની ધરપકડ

કૅબિનેટ મંત્રી ઈશ્વર પરમારને બદકામના આક્ષેપમાં ફસાવી ધમકી આપનાર મહિલાની ધરપકડ

Face Of Nation:બારડોલીની 46 વર્ષીય મહિલાએ કેબિનટ મંત્રી ઈશ્વર પરમારે યુવતી સાથે બદકામ કર્યું હોવાનો ખોટો આક્ષેપ કરી અને આ બાબત છુપાવી રાખવા માટે બદલામાં 1.50 કરોડની ખંડણી માંગતા બે લેટર મોકલ્યા હતાં. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ બારડોલીના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટમંત્રી ઇશ્વરભાઇ પરમારની 15 જુલાઇએ મળસ્કે બારડોલીના જનતાનગરમાં રહેતા માજી નગરભાજપ પ્રમુખ સુરેન્દ્રસિંહ પરમારના ઘરની બહારથી એક બંધ કવરમાં લેટર મળ્યો હતો. જેમાં કેબિનેટમંત્રી પર આક્ષેપ કરતું લખાણમાં મહિલાની બેન સાથે ખોટું કામ કર્યું અને મા બનવાની હોવાનો ખોટો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ વાતને છુપાવવા મહિલાએ 1.50 કરોડની માંગણી કરી હતી. જો નહીં આપે તો બદનામ કરવાની ધમકી આપી હતી અને સોમવારે બપોરે 1થી 2 વાગ્યા સુધીમાં સરભોણ ખાતે હનુમાન મંદિર આગળ મારો માણસ ઉભો હશે તેને આપવા જણાવ્યું હતું. બપોર સુધીમાં રૂપિયા નહીં પહોંચાડે તો મંત્રીના પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી. જેથી ઘરની બહાર મુકેલ સીસી ફૂટેજ ચેક કરતાં એક મહિલા મળસકે જોવા મળી હતી. જેથી ખાનગી રાહે સરભોણ ગામે વોચ રાખી હતી પરંતુ કોઈ દેખાયું ન હતું.

ત્યાર બાદ શુક્રવારે કેબિનેટ મંત્રી ઘરે આવતા પોલીસમાં ફરિયાદ આપવા જણાવતા શનિવારે ઓફિસમાં નોકરી કરતા યુવક અનિલભાઇ પરમારે બારડોલી પોલીસમાં ફરીયાદ આપતા ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજનાં આધારે પોલીસે નનામી લેટર લખી ખંડણી માંગનાર મહિલાને શોધી કાઢી હતી. મહિલા બારડોલીની આનંદનગરમાં રહેતી પ્રવિણાબેન મહેશભાઇ મૈસૂરિયા હોવાનું અને જે આર્થિક સંકડામણમાં હોય, ઘરે ક્રાઇમ પેટ્રોલ સિરીયલ જોઈ રૂપિયા પડાવવા કાવતરું કર્યું હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.