Home Gujarat ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું; છેલ્લાં 24 કલાકમાં 717 નવા કેસ નોંધાયા,...

ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું; છેલ્લાં 24 કલાકમાં 717 નવા કેસ નોંધાયા, ફક્ત અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા, રિક્વરી રેટ ઘટીને 98.80%!

Face Of Nation 08-07-2022 : ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 717 નવા કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 300થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 562 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 3879 છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.80 ટકા થયો છે. જ્યારે સતત ત્રીજા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખ 36 હજાર 071ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 21 હજાર 244 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3879 એક્ટિવ કેસ છે, 1 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 3878 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).