Face Of Nation 08-07-2022 : જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાપાનના પબ્લિક બ્રોડકાસ્ટર એનએચકેના અહેવાલ મુજબ, આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારના લગભગ 11.30 વાગ્યે બની હતી. પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શિન્ઝો આબેને ગોળી મારનાર હુમલાખોરની ધરપકડ કરી છે. બીજી તરફ શિન્ઝો આબેને ગોળી મારનાર શકમંદનું નામ તેત્સુયા યામાગામી છે. તેની ઉંમર 41 વર્ષની છે. તે નારા શહેરનો રહેવાસી છે. પોલીસ હજુ તેની પૂછપરછ કરી રહી છે. એવું કહેવાય છે કે તે જાપાની નેવીનો પૂર્વ સૈનિક છે.
હુમલાખોર પહેલાથી જ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો
આ હુમલો પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેનું ભાષણ શરૂ થયાના થોડા સમય બાદ જ થયો હતો. એવા પણ અહેવાલ છે કે હુમલાખોર ગોળીબાર કર્યા પછી ભાગ્યો ન હતો અને ત્યાં જ ઊભો રહ્યો હતો. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં શંકાસ્પદ હુમલાખોર ઘાત લગાવીને હુમલો કરવા માટે ઉભો રહેલો નજરે પડી રહ્યો છે. તો બીજીબાજુ ઘટના સમયે યોમિઉરી શિમ્બુન ઘટનાસ્થળે હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે પૂર્વ પીએમ શિન્ઝો આબે સવારે 11.20 વાગ્યે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યારે સંબોધન કરતા તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીની કોન્સ્યુલર ઉમેદવારનો પરિચય આપી રહ્યા હતા, આ દરમિયાન એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. એ વખતે જોરદાર અવાજ સંભળાયો હતો. હુમલાખોર પાસે લાંબી નળી જેવું કોઈ હથિયાર હતું.
15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી
જાપાનના પત્રકાર યોમિયુરી શિમ્બુનના જણાવ્યા અનુસાર, પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં ઘણું લોહી વહી ગયું હતું. કહેવાય છે કે આબેની હાલત ખૂબ જ નાજુક છે. હાર્ટ એટેક પણ આવ્યો છે. આબે 67 વર્ષના છે. તે પહેલાથી જ ગંભીર બિમારીઓ સામે લડી રહ્યા છે. જાપાનની ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ પુષ્ટિ કરી છે કે પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેની ગરદનમાં જમણી બાજુ અને છાતીમાં ડાબી બાજુએ ગોળી વાગ્યાના ઘા છે.
પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સ્થિતિ અત્યંત નાજુક છે
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેની હાલત અત્યંત નાજુક છે. તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. એવા પણ સમાચાર છે કે તેના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પૂર્વ પીએમને ગોળી વાગ્યાની 15 મિનિટ પછી એમ્બ્યુલન્સ પહોંચી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું, જાપાનમાં રાજકીય હલચલ તેજ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે પર થયેલા હુમલા બાબતે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેણે ટ્વીટ કર્યું, ‘મારા પ્રિય મિત્ર શિન્ઝો આબે પરના હુમલાથી દુઃખી છું. મારી પ્રાર્થના તેમની, તેમના પરિવાર અને જાપાનના લોકો સાથે છે.’ તો બીજીતરફ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર થયેલા હુમલા બાદ જાપાનમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે. જો કે હાલમાં તો તમામ ચૂંટણી પ્રચાર હંગામી ધોરણે અટકાવી દેવામાં આવ્યો છે.
આ પ્રકારનાં હુમલાને સહન કરાશે નહીં: જાપાન પ્રધાનમંત્રી
જાપાન પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાએ આ ઘટનાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારનાં હુમલાને સહન કરવામાં આવશે નહીં. સાથે જ તેમણે માહિતી આપી હતી કે પૂર્વ પીએમ શિન્ઝો આબેને બચાવવા માટે ડોક્ટરો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે સરકાર જરૂરી કાર્યવાહી કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).