Face Of Nation 08-07-2022 : બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં પડેલા વરસાદના પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદી માહોલ વચ્ચે પર્યટકો વાદળોમા ફરતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. આવા અદભુત વાતાવરણમાં સહેલાણીઓ મોજ માણી રહ્યા છે.
આબુમાં મનમોહક દ્રશ્યો, નાના ઝરણાઓ વહેતા થયા
ગુજરાત સહિત દેશભરમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ 10મી જૂલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારાઆગાહી કરવામાં આવી છે. જેને લઇને વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના આબુમાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. તો બીજીતરફ ઝરમર ઝરમર વરસાદ વચ્ચે આબુના ડુંગરાઓ સોળે કળએ ખીલી ઉઠ્યા છે. ધરતીએ ઓઢેલી આ લીલીચાદરમાં અને વહેતા થયેલા નાના નાના ઝરણાઓ વચ્ચે પ્રવાસીઓ મન મૂકીને લખલૂટ મજા લૂંટી રહ્યાં છે.
આબુમાં સારો વરસાદ થાય તો બનાસનદીમાં પાણી આવે
મહત્વનું છે કે, આબુમાં હજુ મન મૂકીને મેઘરાજા નથી વરસ્યા જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણી નથી આવ્યું. આગામી સમયમાં જો ઉપરવાસ માઉન્ટ આબુમાં સારો વરસાદ પડે તો બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવા નીર આવે અને દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તો ખેડૂતો મોટા પ્રમાણમાં ફાયદો થઇ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).