Home Gujarat ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 668 નવા કેસ સામે 515 દર્દીઓને અપાઈ રજા,...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 668 નવા કેસ સામે 515 દર્દીઓને અપાઈ રજા, કોરોનાના સૌથી વધુ 258 કેસ અમદાવાદમાં, રિકવરી રેટ ઘટીને 98.79%!

Face Of Nation 10-07-2022 : રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 668 નવા કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદમાં જ 250થી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 515 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 4 હજારને પાર પહોંચી ગયો છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.79 ટકા થયો છે. જ્યારે સતત પાંચમા દિવસે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 37 હજાર 375ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 22 હજાર 381 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4046 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 4041 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).