Face Of Nation:અમરનાથ યાત્રા દરમિયાન 20 દિવસમાં અત્યારસુધીમાં 22 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાંથી છ મોત છેલ્લાં ચાર દિવસમાં થઈ છે. યાત્રાની શરૂઆત 1 જુલાઈથી થઈ હતી. જે બાદ લગભગ અઢી લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બર્ફાની બાબાના દર્શન કરી ચુક્યા છે. યાત્રા 15 ઓગસ્ટે રક્ષા બંધનના દિવસે પૂર્ણ થશે.અધિકારીઓ જણાવ્યા મુજબ પવિત્ર ગુફાના દર્શન માટે આવેલાં 18 શ્રદ્ધાળુ, બે સેવાદાર અને ગુફાના રસ્તામાં તહેનાત સુરક્ષાકર્મીઓએ જીવ ગુમાવ્યાં છે. આ ઉપરાંત 30 અન્ય શ્રદ્ધાળુ પથ્થર લાગવાથી અને અન્ય કારણોથી ઘાયલ થયા છે. દર વર્ષે ઓક્સીજનની ઉણપ અને તેની સાથે જોડાયેલી શારીરિક પરેશાનીઓને કારણે શ્રદ્ધાળુઓના જીવ પર ખતરો હોય છે. યાત્રા પહેલાં શ્રદ્ધાળુઓએ ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી હોય છે.