Face Of Nation 11-07-2022 : બોલિવૂડ સુપરસ્ટાર્સ શાહરુખ ખાન તથા સલમાન ખાનને નવો પડોશી રણવીર સિંહ મળ્યો છે. રણવીર સિંહે બાંદ્રામાં શાહરુખના મન્નત તથા સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની નજીકમાં નવી પ્રોપર્ટી ખરીદી છે. રણવીર તથા તેના પિતા જગજીત સુરેન્દ્ર ભાવનાનીએ 119 કરોડના અપાર્ટમેન્ટ બુક કરાવ્યા છે. પ્રોપર્ટી ‘ઓહ ફાઇવ મીડિયા વર્ક્સ LLP’ હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે. સાગર રેશમ બિલ્ડિંગમાં 16, 17, 18 તથા 19મા ફ્લોર લેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ હજી અન્ડર કન્સ્ટ્રક્શન છે.
આ જૂની બિલ્ડિંગ હતી અને રિડેવલપ્મેન્ટમાં ગઈ
આ જૂની બિલ્ડિંગ હતી અને રિડેવલપ્મેન્ટમાં ગઈ છે. રણવીરનું અપાર્ટમેન્ટ 11,266 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. આ ઉપરાંત 1300 સ્કેવર ફુટનું ધાબુ પણ છે. આટલું જ નહીં 19 કાર પાર્ક થઈ શકે, તેટલો પાર્કિંગ સ્પેસ છે. રણવીરે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. રજિસ્ટ્રેશન આઠ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).