Home Gujarat વલસાડ અને ગાંધીનગરમાં કુલ 2 દર્દીના મોત, ગુજરાતમાં 577 નવા કેસ સામે...

વલસાડ અને ગાંધીનગરમાં કુલ 2 દર્દીના મોત, ગુજરાતમાં 577 નવા કેસ સામે 633 દર્દીઓ સાજા થયા, અમદાવાદમાં સૌથી વધુ 252 કેસ નોંધાયા!

Face Of Nation 13-07-2022 : ગુજરાતમાં કોરોનાના કેસોમાં આજે સામાન્ય વધારો થયો છે અને લાંબા સમય બાદ 2 દર્દીના મોત નોંધાયા છે. જેમાં 1-1 મોત ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા છે. જ્યારે 633 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.78 ટકા પર સ્થિર થયો છે. રાજ્યમાં 114 દિવસ એટલે કે 4 મહિના બાદ 2 મોત નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 39 હજાર 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 950 થયાં છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 903 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4156 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને4153 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).