Face Of Nation 13-07-2022 : આજથી સીએનજીની કિંમતમાં ચાર રૂપિયા પ્રતિ કિલોગ્રામના વધારાથી મુંબઈના રસ્તા પર ચાલવું મોંઘું થઈ જશે. પાઈપ લાઈનથી આવતા પીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો આવ્યો છે. જ્યારે દેશભરમાં આજથી ઘરેલૂ એલપીજી અને કોમર્શિયલ એલપીજી સિલેન્ડરના રેટમાં કોઈ ફેરફાર થયા નથી. તો બીજીતરફ મહાનગર ગેસ લિમિટેડે મુંબઈમાં ફરી એક વાર સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. ગેસ વિતરક કંપનીએ કહ્યું છે કે, આ કિંમતોમાં સતત વધારાનું કારણ કિંમતોમાં તેજી અને રૂપિયામાં ધબડકો હોવાનું કહેવાય છે. કંપની હકીકતમાં ઘરેલૂ ગેસના ફાળવણીમાં કમીને પુરી કરવા માેટ વિદેશી બજારમાં ગેસ ખરીદી રહી છે. આ વધારાની સાથે મુબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સીએનજીની કિંમતમાં ચાર રૂપિયા વધારીને 80 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરીને 48.50 રૂપિયા થઈ ગયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).