Face Of Nation 13-07-2022 : આજે ગુરુપૂર્ણિમા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા વહેલી સવારથી અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે સવારે માતાજીની મંગલા આરતી વહેલી સવારે 6 કલાકે કરાઈ હતી અને આ પાવન અવસરે અંબાજી મંદિરમાં માતાજીની વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અંબાજી મંદિર અને મંદિરના ચાચર ચોક શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો.
દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે પહોંચ્યા
જગતજનનીમાં અંબાને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય છે. આજે ગુરુપૂર્ણિમા દિવશે અંબાજીમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. માઇભક્તો આજે અંબાજી આવી માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા હજારોની સંખ્યામાં અંબાજી મંદિર આવી પહોંચ્યા હતા. અંબાજીમાં માઇભક્તોના જય-જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આજે માતાજીના દર્શનનો મહિમા અનેરો હોય છે
આજે ગુરુપૂર્ણિમા દિવસે દરેક વર્ગ અને સમાજના લોકો પોતાના ગુરુના દર્શન અને આશીર્વાદ મેળવવા પોતાના ગુરુ જોડે જતા હોય છે. બ્રહ્મજ્ઞાન અરજીત કરવા અને સાંસારિક જીવન ને ઉત્તમ તરીકે સંચાલિત કરવાનું જ્ઞાન ગુરુ જોડે મળે છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખકારી અને ઉદારતાની શીખ પણ ગુરુ દ્વારા મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શીવાદ અને દર્શન લોકો કરતા હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Religion જગતજનની માં અંબાને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય; ગુરુપૂર્ણિમાના દિવસે શ્રદ્ધાળુઓથી...