Face Of Nation 13-07-2022 : ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સિઝનમાં 34 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે. જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ એટલે કે, 42.72 ટકા વરસાદ વરસ્યો છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં પડેલા કુલ 14.52 ઈંચ વરસાદમાથી 7.67 ઈંચ એટલે કે, 47 ટકા જેટલો વરસાદ માત્ર 5 જ દિવસમાં વરસી ગયો છે. આ વખતે વરસાદ નવો વિક્રમ સર્જે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે. રાજ્યમાં શુક્રવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યનાં 27 ડેમ હાઈ એલર્ટ પર હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી
ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે, અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે.15 જુલાઇ બાદ અમદાવાદમાં વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી.બી. દુબેના જણાવ્યા મુજબ લૉ પ્રેશર 14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે, તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઇએ અમદાવાદમાં ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ વરસાદનું જોર ઓછું થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).