Home News લંકામાં ફરીથી ‘મહાસંગ્રામ’; હજારો લોકો સંસદ અને પીએમ હાઉસ પહોંચ્યા, હિંસક અથડામણ...

લંકામાં ફરીથી ‘મહાસંગ્રામ’; હજારો લોકો સંસદ અને પીએમ હાઉસ પહોંચ્યા, હિંસક અથડામણ વચ્ચે થયું હવાઈ ફાયરિંગ, આર્મીએ હથિયારો નીચે મૂક્યાં!

Face Of Nation 13-07-2022 : શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા છે. રાજપક્ષેના દેશ છોડ્યા પછી શ્રીલંકાના લોકો રોષે ભરાયા છે. રાજધાની કોલંબોમાં અત્યારે ઠેર-ઠેર દેખાવકારો ગુસ્સે ભરાઈને હોબાળો કરી રહ્યા છે. લોકોના ઉગ્ર વિરોધને જોઈને વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. તો બીજીતરફ હજારો લોકો સંસદ ભવન અને પીએમ હાઉસ તરફ કૂચ કરી રહ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘણી જગ્યાએ હિંસક અથડામણ થઈ હતી. જેમાં 12 ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમને કાબૂમાં લેવા માટે હવાઈ ફાયરિંગ કરવું પડ્યું હતું.
શ્રીલંકન આર્મીએ હથિયારો નીચે મૂકી દીધા
અત્યારે ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે. બીજી બાજુ, સેનાએ પોતાના લોકો સામે કોઈ પગલાં ભરવાની વાત સામે આવતાં તેમણે પોતાનાં હથિયાર નીચે મૂકી દીધાં છે. આ ઉગ્ર વિરોધપ્રદર્શનમાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શ્રીલંકન એરફોર્સ મીડિયા ડાયરેક્ટરે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે, ફર્સ્ટ લેડી અને બે બોડીગાર્ડ્સે માલદિવ્સ જવા માટે ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી ઈમિગ્રેશન, કસ્ટમ અને અન્ય કાયદા અંગે અનુમતિ મેળવી હતી. 13મી જુલાઈની સવારે તેમને એરફોર્સના એક એરક્રાફ્ટની સુવિધા અપાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).