Face Of Nation 14-07-2022 : દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ રહેલો મંકીપોક્સ સંક્રમણના કારણે સતત ચિંતાની સ્થિતિ બનેલી છે. ભારતમાં પણ તેને લઈને ઘણી સાવધાનીઓ રાખવામાં આવી રહી છે. જેની વચ્ચે કેરળમાં પણ મંકીપોક્સનો એક નવો શંકાસ્પદ મામલો સામે આવ્યો છે. રાજ્યના સ્વાસ્થય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, UAEથી પરત ફરેલા એક વ્યક્તિમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જે બાદ તેના સેમ્પલોને તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે. તો બીજીતરફ કેરળના સ્વાસ્થય મંત્રી વીણા જ્યોર્જે ગુરૂવારે જણાવ્યું હતું કે, દર્દીના સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે. અને તપાસ માટે પુણાની રાષ્ટ્રીય વિષાણું વિજ્ઞાન સંસ્થાનને મોકલી આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે,રિપોર્ટ મળ્યા બાદ જ મંકીપોક્સની પુષ્ટિ કરાશે. જ્યોર્જે કહ્યું કે આ વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો દેખાયા હતાં અને તે વિદેશમાં આ સંક્રમણના એક દર્દીની નજીકના સંપર્કમાં રહ્યો હતો.
60થી વધુ દેશોમાં ફેલાઈ રહી છે આ બિમાર
મંકીપોક્સ પશુઓ મંકીપોક્સ પશુઓથી મનુષ્યોમાં ફેલાવવાળી સંક્રમિત બિમારી છે અને તેના લક્ષણ ચેચકના દર્દીઓ જેવા હોય છે. આ બીમારી મોટા ભાગે પશ્ચિમી અને મઘ્ય અમેરિકામાં જોવા મળે છે. પરંતુ અત્યાર સુધી આ રોગ 60થી વધુ દેશોમાં ફેલાઈ ચુક્યો છે. આ દેશોમાં મંકીપોક્સના 10,400થી વધુ કંન્ફોર્મ કેસો સામે આવી ચુક્યા છે. ગત 12મી જુલાઈએ સામે આંક પ્રમાણે બ્રિટેનમાં માથી મંકીપોક્સના 1735 કેસોનું પુષ્ટિ કરવામાં આવ્યા છે.તો આ બાજુ સ્પેનમાં મંકીપોક્સના 2447 મામલઓ સામે આવી ચુક્યા છે.આ સાથે મંકીપોક્સના મામલામાં જર્મની, ફ્રાન્સ અને ગ્રીસ અને અન્ય યુરોપના કેટલાક દેશોનો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).