Face Of Nation 15-07-2022 : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે. અમેરિકાનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ઇવાના ટ્રમ્પ એક અદ્ભુત અને સુંદર મહિલા હતી જેણે એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે. હાલમાં, ઇવાનાના મૃત્યુથી તેનો પરિવાર ખૂબ જ શોકમાં છે. તો બીજીતરફ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની પ્રથમ પત્ની ઈવાના ટ્રમ્પના નિધનની જાણકારી આપી છે. ટ્રમ્પે પોતાનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું હતું કે તેમની પ્રથમ પત્ની ઇવાના ટ્રમ્પનું ગુરુવારે 73 વર્ષની વયે ન્યૂયોર્ક શહેરમાં અવસાન થયું હતું.
1977 માં બંનેએ લગ્ન કર્યા હતા
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘હું તમને બધાને જણાવતા ખૂબ જ દુઃખી છું કે ઇવાના ટ્રમ્પનું ન્યૂયોર્ક શહેરમાં નિધન થયું છે. તમારામાંથી મોટાભાગના લોકો તેને સૌથી વધુ પસંદ કરે છે. તે એક સુંદર અને અદ્ભુત સ્ત્રી હતી. ઇવાનાએ એક મહાન અને પ્રેરણાત્મક જીવન જીવ્યું છે. ઇવાના ટ્રમ્પના ત્રણ બાળકો ડોનાલ્ડ જુનિયર, ઇવાન્કા અને એરિકને તેના પર ખૂબ ગર્વ છે. ઇવાના ટ્રમ્પ એક મોડેલ હતી જેણે 1977 માં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).