Face Of Nation:કોલકાતા શહીદ દિવસની રેલીમાં મમતાએ કહ્યું 21 જુલાઈએ શહીદ દિવસ ઐતિહાસીક છે. 26 વર્ષ પહેલા આજના દિવસે જ 13 યુવા કાર્યકર્તાઓનું પોલીસ ફાયરિંગમાં મોત થયું હતું. ત્યારથી આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હું તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપું છું, જે 34 વર્ષના શાસનકાળમાં માર્યા ગયા હતા.વધુમાં બંગાળના મુખ્યમંત્રીએ ઈવીએમ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 21 જુલાઈએ 1993ના રોજ પ્રદર્શનકારીઓ પાસે માગ કરી હતી કે, આઈડી કાર્ડ ન હોય તો વોટ પણ નહીં. આ વર્ષે અમે લોકતંત્રને પુનઃસ્થાપિત કરવાની માગ કરીએ છીએ. મશીન નહી, પણ બેલેટ પેપરને પાછું લાવો .21 જુલાઈ શહીદ દિવસ પર અહીં વચન લે કે લોકતંત્રને પુનઃસ્થાપિત કરવા માટે સંઘર્ષ કરશે.એ ભૂલવું ન જોઈએ કે ઈંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની અને અમેરિકાએ પણ ઈવીએમથી ચૂંટણી કરાવી હતી પરંતુ બાદમાં તેને અટકાવી દેવાઈ હતી. તો બેલેટ પેપર પાછું કેમ ન લાવી શકાય? 1995થી હું ચૂંટણીમાં સુધારો લાવવાની માગ કરી રહી છું. જો ચૂંટણીમાં કાળાનાણાંનો ઉપયોગ રોકવો હોય અને લોકતંત્રને બચાવવું હોય તો રાજકીય દળોમાં પારદર્શિતા લાવવી પડશે.