Home Politics જમ્મુ કાશ્મીર:રાજ્યપાલનું નિવેદન,પોલીસને બદલે ભ્રષ્ટાચારીયોની આતંકીઓએ કરવી જોઈએ હત્યા

જમ્મુ કાશ્મીર:રાજ્યપાલનું નિવેદન,પોલીસને બદલે ભ્રષ્ટાચારીયોની આતંકીઓએ કરવી જોઈએ હત્યા

Face Of Nation:જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે કારગિલમાં ભાષણ દરમિયાન આતંકીઓને લઈને એક અજીબ નિવેદન કર્યું છે. મલિકે કહ્યું હતું કે આતંકવાદીઓએ પોલીસવાળાને બદલે ભ્રષ્ટાચારીયોની હત્યા કરવી જોઈએ. આવા લોકો જ રાજ્ય અને દેશને લુટી રહ્યા છે.સત્યપાલ મલિકે કહ્યું હતું કે આ યુવકો જે બંદુક લઈને પોતાના લોકોને મારી રહ્યા છે, પીએસઓ, એસડીઓને મારે છે, કેમ મારી રહ્યા છે તેમને? તેમને મારો જેણે તમારો દેશ લુટ્યો છે, જેમણે કાશ્મીરની બધી સંપત્તિ લુટી છે. તેમાંથી કોઈને માર્યા છે હાલ? બંદુકથી કશું જ મેળવી શકાશે નહીં. શ્રીલંકામાં લિટ્ટે નામનું એક સંગઠન હતું અને તેને સમર્થન પણ હતું પણ તે સમાપ્ત થઈ ગયું છે.