Home News રેલિંગ તોડીને નર્મદામાં પડી બસ; 13ના મૃતદેહ મળ્યા : ઈન્દોર-ખરગોન વચ્ચે દુર્ઘટના,...

રેલિંગ તોડીને નર્મદામાં પડી બસ; 13ના મૃતદેહ મળ્યા : ઈન્દોર-ખરગોન વચ્ચે દુર્ઘટના, રેસ્ક્યૂ ટીમે કહ્યું- અત્યારસુધી કોઈ જીવતું નથી મળ્યું?

Face Of Nation 18-07-2022 : મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સોમવારે સવારે ઈન્દોર-ખરગોનની વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઈન્દોરથી પુણે જઈ રહેલી બસ સવારે લગભગ પોણા દસ વાગ્યે ધામનોદમાં ખાલઘાટની પાસે નર્મદામાં પડી હતી. બસમાં મહિલાઓ-બાળકો સહિત 40 મુસાફર સવાર હતા. અત્યાર સુધીમાં 13 શબને બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી. ગૃહમંત્રી નિરોત્તમ મિશ્રાએ કહ્યું કે 15 મુસાફરોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
CM શિવરાજે મહારાષ્ટ્રના CM સાથે વાત કરી
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર ચર્ચા કરી હતી. બસની દુર્ઘટનાની માહિતી આપતા તેમણે કહ્યું કે તમામ શબોને સન્માનની સાથે મહારાષ્ટ્ર મોકલશે. શિવરાજે તેમને પ્રશાસનના પ્રયાસોથી માહિતગાર કર્યા હતા.
NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ
બસ ખલધાટમાં ટૂ-લેન પુલ પર કોઈ વાહનનો ઓવરટેક કરતી વખતે અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દીધું હતું અને રેલિંગ તોડીને બસ નદીમાં પડી હતી. ઘટનાની માહિતી મળતા જ ખલધાટ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. ઈન્દોર અને ધારથી NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ પુલ જુનો હોવાનું કહેવાઈ રહ્યું છે. બસ મહારાષ્ટ્ર રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગની છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે પ્રશાસનને બચાવ અને રાહત કાર્ય ઝડપી કરવાનો આદેશ આપ્યો છે.
ઈન્દોરથી 80 કિલોમીટર દૂર થઈ દુર્ઘટના
દુર્ઘટના આગ્રા-મુંબઈ હાઈવે પર ઘટી હતી. આ રોડ ઈન્દોરથી મહારાષ્ટ્રને જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજયુ સેતુ પુલથી બસ પડ, તે બે જિલ્લા-ધાર અને ખરગોનની સીમા પર છે. પુલનો અડધો હિસ્સો ખાલધાટ(ધાર) અને અડધો હિસ્સો ખલટાકા(ખરગોન)માં છે. ખરગોનથી કલેક્ટર અને SP પણ ઘટના સ્થળે પણ પહોંચ્યા છે.
અત્યારસુધીમાં એકપણ યાત્રી જીવતો મળ્યો નથી
ખલધાટ ટોલ નાકેની હાઈવે એમ્બ્યુલન્સના ડ્રાઈવર શ્રીકૃષ્ણ વર્માએ જણાવ્યું કે હું ડ્યુટી પર હતો. સવારે 10.03 વાગ્યે કન્ટ્રોલ રૂમમાંથી કોલ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું કે પુલ પરથી એક બસ નર્મદામાં પડી ગઈ છે. માહિતી મળ્યાની 3 મિનિટની અંદર જ અમે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. નદીમાંથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ જીવિત કે ઘાયલ કાઢવામાં આવ્યો નથી. બસને નદીમાંથી કાઢી લેવામાં આવી છે.
મુસાફરો ચા-નાસ્તો કરવા રોકાયા હતા : માલિક
બસ MH 40 N 9848 સવારે 9થી 9.15 વાગ્યે ખાલધાટથી 12 કિલોમીટર પહેલા દૂધી બાયપાસના કિનારે એક હોટલે રોકાઈ હતી. હોટલ માલિકે જણાવ્યું કે અહીં 12-15 મુસાફરોએ ચા-નાસ્તો કર્યા હતા. બાકીના લોકો અંદર જ બેઠા હતા. અંદર કેટલા લોકો બેઠા હતા, તેનો ખ્યાલ નથી. જોકે બસમાં 30થી 35 લોકો હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).