Face Of Nation 19-07-2022 : કેરળના કોલ્લમ જિલ્લાના એક એક્ઝામ સેન્ટરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET આપવા પહોંચેલી છાત્રાઓની બ્રા ઉતારાવી હતી. મળતી માહિતી મુજબ, સુરક્ષા તપાસ દરમિયાન હૂકના સંપર્કમાં આવવાથી મેટલ ડિરેક્ટરનું બીપ વાગ્યું, એ બાદ તમામ છાત્રાઓની બ્રા ઉતારાવી હતી.
બ્રા નહીં ઉતારો તો એક્ઝામ નહીં આપી શકો
ઘટના માર્થોમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં રવિવારે ઘટી, પરંતુ એક યુવતીના પિતાએ FIR કરાવી, જે બાદ આ સમગ્ર ઘટના સામે આવી. વિદ્યાર્થિનીનું કહેવું છે કે તેને બ્રા ઉતારવાની ના પાડી તો તપાસ કરતી મહિલા કર્મચારીએ કહ્યું કે તમને એક્ઝામમાં બેસવા નહીં દેવામાં આવે. મહિલા કર્મચારીએ કહ્યું, ભવિષ્ય જરૂરી છે કે ઈનરવિયર? તો પછી આને હટાવી દે અને અમારો સમય ખરાબ ન કર. આવું ઘણી છાત્રાઓ સાથે થયું છે. છાત્રાએ બાદમાં પોતાની બ્રા માને આપી દીધી, જેથી તેને પરીક્ષામાં બેસવાની મંજૂરી મળે. તેને પોતાને કવર કરવા માટે શાલ પણ માગી.
90% છાત્રાઓના ઈનરવિયર કઢાવ્યા
મીડિયા રિપોટ્સ મુજબ એક અન્ય યુવતીને તો પોતાનું જીન્સ ઉતારવાનું કહેવામાં આવ્યું, કેમ કે એમાં મેટલનાં બટન અને ઝિપ હતી. છાત્રાઓના જણાવ્યા મુજબ, જ્યારે તેઓ પરીક્ષા આપીને બહાર નીકળી તો તેમને તમામ અંડરગાર્મેન્ટ્સ એક ડબ્બામાં એકસાથે ફેંકાયેલી હાલતમાં મળ્યા. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે એક્ઝામ સેન્ટર પર લગભગ 90% છાત્રાઓને પોતાના ઈનરવેર કાઢવા પડ્યા હતા.
ઈન્સ્ટિટ્યૂટનો ઈનકાર, પોલીસે પુષ્ટિ કરી
ઈન્સ્ટિટ્યૂટે આવી ઘટનાનો ઈનકાર કરી દીધો. તો કોલ્લમ પોલીસના ચીફ કેબી રવિએ કેસ દાખલ થયો હોવાની પુષ્ટિ કરી છે. પોલીસને લખેલા ફરિયાદ પત્રમાં પિતાએ કહ્યું હતું કે તેમની દીકરીએ ઈનરવિયરથી ભરેલો એક રૂમ જોયો હતો. એક્ઝામ સેન્ટર પર અનેક યુવતીઓ રડી રહી હતી અને માનસિક અત્યાચાર થયો હોવાનું અનુભવી રહી હતી. તો બીજીતરફ પરીક્ષા પ્રોટોકોલ મુજબ પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ છાત્ર-છાત્રાઓને ધાતુની વસ્તુ કે સામાન પહેરવાની મંજૂરી નથી. તેને પરીક્ષામાં થતી ગેરરીતિ સામેના ઉપાય જણાવવામાં આવે છે. એડવાઇઝરીમાં બેલ્ટનો ઉલ્લેખ તો છે, પરંતુ બ્રા જેવા અંડરગાર્મેન્ટ્સનો ઉલ્લેખ નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).