Face Of Nation 21-07-2022 : રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની મતગણતરી સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આજે દેશને નવા રાષ્ટ્રપતિ મળશે. આ દરમિયાન લગભગ 2.30 વાગે પ્રધાનમંત્રી એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે. તો બીજીતરફ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશભરમાંથી મતપેટીઓ મંગળવારે સાંજ સુધીમાં સંસદ ભવન પહોંચી ગઈ હતી અને મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી એ જ રૂમ નંબર 63માં છે, જ્યાં સાંસદો માટે મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં સઘન સુરક્ષા વ્યવસ્થા છે. તો બીજીતરફ આ ચૂંટણીઓ માટે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને મુખ્ય ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. તેઓ મતગણતરીની દેખરેખ રાખશે. સાંજ સુધીમાં પરિણામ આવવાની આશા છે.
સંસદમાં 99.18 ટકા મતદાન થયું હતું
દેશના 15મા રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન થયું હતું. સંસદ ભવન ખાતે 99.18 ટકા મતદાન થયું હતું. દેશનાં દસ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 100% મતદાન થયું હતું. કેટલાંક રાજ્યોમાં ક્રોસ વોટિંગના અહેવાલો પણ આવ્યા હતા.
રાયરંગપુરમાં લાડુ બનાવવામાં આવી રહ્યા
એવી ચર્ચા છે કે મુર્મુની તરફેણમાં ઘણા મત પડ્યા છે. જો મતગણતરીમાં આ દાવો સાચો નીકળશે તો તે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. બીજી તરફ, દ્રૌપદી મુર્મુના વતન ઓડિશાના રાયરંગપુરમાં ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પરિણામ આવ્યા બાદ મીઠાઈ વેચવામાં આવશે. રાયરંગપુરમાં લાડુ બનવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, જીત બાદ વિજય સરઘસ કાઢવાની તૈયારીઓ કરવામાં આવી છે. ભાજપના સ્થાનિક નેતા તપન મહંતે કહ્યું કે 20000 લાડુ બનાવવામાં આવી રહ્યા છે.
પહેલા સાંસદોના મતની ગણતરી કરાશે
પહેલા સાંસદોના મતની ગણતરી કરવામાં આવશે અને રિટર્નિંગ ઓફિસર મોદી એના ટ્રેન્ડ વિશે માહિતી આપશે. ત્યારપછી દસ રાજ્યોના ધારાસભ્યોના મત મૂળાક્ષરો પ્રમાણે ગણાશે અને 20 રાજ્યોના મતોની ગણતરી કરાયા બાદ મોદી ફરીથી ટ્રેન્ડની માહિતી જાહેર કરશે. અંતે. પરિણામ જાહેર કરવામાં આવશે. તો બીજીતરફ ભારતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્થાને નવા મહામહિમ કોણ હશે એની સત્તાવાર જાહેરાત આજે કરવામાં આવશે. 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતગણતરી સવારે 11 વાગ્યે સંસદભવનમાં શરૂ થશે. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે સત્તાધારી એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જીત અને હારના મતનો તફાવત મતગણતરીથી જાણી શકાશે.
દેશના 1.30 લાખ આદિવાસી ગામડાંમાં ઉજવણી
એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વચ્ચે સીધો મુકાબલો છે, પરંતુ દ્રૌપદી મુર્મુનો વિજય લગભગ નિશ્ચિત છે, જેને કારણે ભાજપે દેશનાં 1.30 લાખ આદિવાસી ગામડાંમાં ઉજવણીની તૈયારી કરી દીધી છે. મુર્મુની જીતને લઈને પરિણામો બાદ ભાજપ દિલ્હીમાં વિજય રેલી કાઢશે. આવું પહેલીવાર થશે, જ્યારે રાષ્ટ્રપતિની જીત બાદ રેલી કાઢવામાં આવશે. ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા રાજપથ સુધી આ શોભાયાત્રાનું નેતૃત્વ કરશે. ત્યાં ભાષણ આપશે. પ્રથમ વખત આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાનું શ્રેય પીએમ મોદીને આપશે. જોકે મુર્મુ રેલીમાં ભાગ લેશે નહીં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).