Home News વેબસાઇટ ક્રેશ : CBSE ધોરણ-12નું પરિણામ જાહેર : 92.71% વિદ્યાર્થીઓ પાસ, ધોરણ-10નું...

વેબસાઇટ ક્રેશ : CBSE ધોરણ-12નું પરિણામ જાહેર : 92.71% વિદ્યાર્થીઓ પાસ, ધોરણ-10નું પરિણામ પણ આજે આવશે, બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ!

Face Of Nation 22-07-2022 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં 92.71% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ડિજિલોકર પર પરિણામની લિંક એક્ટિવેટ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ results.cbse.nic.in પર પરિણામ જોઈ શકે છે. પરંતુ ટ્રાફિકના કારણે બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ છે. ધોરણ 10નું પરિણામ પણ આજે જ જાહેર થશે.
35 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
ધોરણ 10 અને 12ના લગભગ 35 લાખ વિદ્યાર્થીએ ટર્મ-2ની પરીક્ષા આપી હતી, જેમાં ધોરણ 10ના 2116290 અને ધો. 12ના 1454370 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. 26મી એપ્રિલ, 2022થી 15મી જૂન, 2022 સુધી દેશમાં વિવિધ સ્થળોએ હજારો કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. તો બીજીતરફ CBSE ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં પાસ થવાના ગુણ 33% છે. વિષયો, જેમાં પ્રેક્ટિકલ અને થિયરી બંને છે, બંનેમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ મેળવવા જરૂરી છે. CBSE બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે આ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ એકસાથે ચેક કરશે, તો એવી સ્થિતિમાં બોર્ડની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).