Face Of Nation:કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર બહુમતી પુરવાર કરી શકે છે. સ્પીકર રમેશ કુમારે કહ્યું કે વિશ્વાસ મત પર નિર્ણય આજે જ લેવાશે. તેઓએ કહ્યું કે દરેખ સભ્ય માત્ર 10 જ મિનિટ બોલશે, મને વારંવાર આ વાત કહેવી ન પડે. આ પહેલાં વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં પહેલાં સ્પીકરે અયોગ્યતાના મુદ્દે 15 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ઈશ્યૂ કરી છે. સ્પીકરે ધારાસભ્યોને 23 જુલાઈએ 11 વાગ્યા સુધીમાં પોતાની ઓફિસે આવવાના આદેશ આપ્યાં છે.કાર્યવાહી દરમિયાન સ્પીકરે કહ્યું કે, “આજે હું એક આદેશ પસાર કરીશ. સુપ્રીમ કોર્ટનો આદેશ સમજવામાં મોડું થયું છે. તમામ સભ્ય ગૃહની ગરિમા બનાવી રાખે. અહીં સમય બરબાદ કરવાથી વિધાનસભા, સ્પીકર અને ધારાસભ્યોની છબી ખરાબ થાય છે.” કુમારસ્વામીના વિશ્વાસ મત પ્રસ્તાવ પર ગુરૂવાર અને શુક્રવારે વિધાનસભામાં ચર્ચા થઈ હતી.
કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે, ભાજપ ખુરસી ઈચ્છે છે તો તે વાતને સ્વીકાર કેમ નથી કરતા? તેઓ ઓપરેશન લોટસની વાત કેમ નથી માનતા? તેઓએ બળવાખોર ધારાસભ્યોના સંપર્કમાં હોવાની વાત સ્વીકારવી જોઈએ. કોંગ્રેસ ધારાસભ્ય કૃષ્ણા બાયરે ગૌડાએ કહ્યું કે- અમે અસાધારણ પરિસ્થિતિઓમાં છીએ. હું સ્પીકરને અપીલ કરું છું કે વિશ્વાસ મત માટે વોટિંગ પહેલાં તેઓ રાજીનામા અંગે કોઈ નિર્ણય લે.અપક્ષ ધારાસભ્યોની અરજી આજે નહીં સાંભળે SC: અપક્ષ ધારાસભ્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી હતી તેના પર CJIએ આજે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. મુકુલ રોહતગીએ અપક્ષ ધારાસભ્યો તરફથી મામલો ઉઠાવ્યો તો CJI રંજન ગોગોઇએ કહ્યું અસંભવ, આજે સુનાવણી ન થઈ શકે. આ ધારાસભ્યોએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જલદી કરાવવાની અપીલ કરી હતી.શિવકુમારઃ કર્ણાટકમાં સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે પરંતુ આ પહેલાં કર્ણાટકના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે. કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે સરકાર બચાવવા માટે JDS કોઈ પણ ત્યાગ માટે તૈયાર છે. એટલું જ નહીં એચડી કુમારસ્વામીની પાર્ટી કોંગ્રેસ તરફથી કોઈને પણ મુખ્યમંત્રી બનાવવા માટે પણ તૈયાર છે. ડીકે શિવકુમારના જણાવ્યા મુજબ JDSએ આ અંગે અમારા હાઈકમાન્ડને પણ જાણ કરી દીધી છે. વિશ્વાસ મત પર વોટિંગ પહેલાં ડીકે શિવકુમારનું આ નિવેદનથી શું સરકારને બચાવી શકાશે.