Home Gujarat હાટકેશ્વર બેટમાં ફેરવાયું, ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ, શહેરમાં સાંજે ધોધમાર વરસ્યો વરસાદ;...

હાટકેશ્વર બેટમાં ફેરવાયું, ગુજરાતમાં ધોધમાર વરસાદી માહોલ, શહેરમાં સાંજે ધોધમાર વરસ્યો વરસાદ; રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા!

Face Of Nation 23-07-2022 : ગુજરાતમાં ફરી આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. હાટકેશ્વર ભારે વરસાદને પગલે વિસ્તાર બેટમાં ફેરવાયું છે. આ ઉપરાંત રાજ્યમાં ઠેકઠેકાણ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાના હવામાન વિભાગ દ્વારા સંકેતો અપાયા છે.
આવતીકાલે ભારે વરસાદ પડવાની શક્યતા
શહેરના પ્રહલાદનગર, મકરબા, વેજલપુર, બોડકદેવ, હાટકેશ્વર, ઈસનપુર, આંબાવાડી, નવરંગપુરા, બાપુનગર, નરોડા, અમરાઈવાડી, સરસપુર, કાલુપુર, ચાંદખેડા, ચાંદલોડિયા, નારાણપુરા, મણીનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આજથી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સાંજના સુમારે એક કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે હાટકેશ્વર બેટમાં ફેરવાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. હાટકેશ્વરથી સીટીએમ રોડ પર પાણી ભરાયા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના વિવિધ બ્લોકમાં લોકોના ઘરો અને ચોકમાં પાણી પહોંચ્યા છે. પૂર્વના અમરાઈવાડીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખોખરામાં પણ પાણી ભરાયા છે. કેનાલ નજીક નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાની માહિતી સાંપડી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).