Home Gujarat ગુજરાતમાં પાંચ મહિના બાદ 900થી વધુ કેસ; 937 નવા કેસ સામે 745...

ગુજરાતમાં પાંચ મહિના બાદ 900થી વધુ કેસ; 937 નવા કેસ સામે 745 દર્દીઓ સાજા થયા અને એક દર્દીનું મોત, અમદાવાદમાં સૌથી વધુ 311 કેસ!

Face Of Nation 23-07-2022 : ગુજરાતમાં 158 દિવસ એટલે કે 5 મહિના બાદ 900થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 નવા કેસ નોંધાયા છે. જ્યારે 745 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 311 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.68 ટકા થયો છે. અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે. અગાઉ 15 ફેબ્રુઆરીએ 998 કેસ નોંધાયા હતા. ગઈકાલે 22 જુલાઈએ 3 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે છેલ્લે 25 ફેબ્રુઆરીએ 5ના મોત થયાં હતાં. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 47 હજાર 645ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 960 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 31 હજાર 215 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5470 એક્ટિવ કેસ છે, 11 દર્દી વેન્ટિલેટર પર છે અને 5459 દર્દીઓની હાલત સ્થિર છે.
શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).