Home Gujarat હેરાફેરી : સેટેલાઇટ અને ગુલબાઈ ટેકરાની 2 મહિલા પેડલરે આંધ્રપ્રદેશથી 4 લાખ...

હેરાફેરી : સેટેલાઇટ અને ગુલબાઈ ટેકરાની 2 મહિલા પેડલરે આંધ્રપ્રદેશથી 4 લાખ રૂપિયાનો ગાંજો મંગાવ્યો, SOGએ 3 મહિલા સહિત સાતને ઝડપ્યા!

Face Of Nation 23-07-2022 :  અમદાવાદ શહેરમાં નશાકારક પદાર્થોની હેરાફેરી વધવા માંડી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે નશાકારક પદાર્થો પર અંકુશ લાદવા એસઓજી સક્રિય થઈ છે. એસઓજીએ આંધ્રપ્રદેશથી મંગાવેલા 4 લાખના ગાંજા સાથે 3 મહિલા સહિત સાત લોકોને ઝડપી પાડ્યા હતા. જેમાં આંધ્રપ્રદેશના શેખરભાઈ પાસેથી ગાંજાનો જથ્થો લાવી આરોપીઓ બંને મહિલા ડ્રગ પેડલરને નશીલા જથ્થાની ડિલિવરી આપવા નીકળ્યા હતા.
39 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
એસઓજીની ટીમે બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશનથી ઘંટાકર્ણ માર્કેટ જવાના રોડ પર વોચ ગોઠવી હતી. જ્યાં બે રીક્ષાઓ આવતા રોકી તપાસ કરી હતી. રીક્ષામાં બેઠેલી મહિલાઓ અને પુરૂષો પાસેથી પોલીસને રૂ.3.96 લાખની મત્તાનો 39 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં એફએસએલમાં રિપોર્ટ કરાવ્યા બાદ એસઓજીએ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા મો.ફારૂક ફતેમોહમદ શેખ, મુરુગન પેથીલુ સુબ્રમણ્યમ, તેની પત્ની સોલૈયામાલ, સમીર હમીદભાઈ સિપાઈ, સત્યાનાદન ઉર્ફ સત્યદેવ સેલ્વરાજ ખ્રિસ્તી, સેલવી મુરુગન નાયડુ અને પૂજા વસંત ગોયલની ધરપકડ કરી હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
આ અંગે એસઓજીની તપાસમાં સામે આવ્યું હતું કે, સત્યાનાદને પોતાના સાગરીતો મુરુગન સહિતના આરોપીઓ પાસેથી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના એનઆઈડી વિસ્તારમાં રહેતા શેખરભાઈ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવી રીક્ષાચાલક મો.ફારૂક અને સમીર સિપાઈ મારફતે અમદાવાદમાં ગુલબાઈ ટેકરાની ડ્રગ પેડલર મધુ રાઠોડ અને સેટેલાઈટ રામદેવનગરની વીરીને આપવા જતા હતા. એસઓજીએ ગાંજાનો જથ્થો અને મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ મળી કુલ્લે રૂ.4,96,460નો જથ્થો જપ્ત કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).