Home News દિવસ-રાત સિક્યોરિટી : ‘દબંગ ખાન’ને સુરક્ષા ડર લાગ્યો? : સલમાનની મુંબઈ પોલીસ...

દિવસ-રાત સિક્યોરિટી : ‘દબંગ ખાન’ને સુરક્ષા ડર લાગ્યો? : સલમાનની મુંબઈ પોલીસ કમિશ્નર સાથે મિટિંગ, હથિયારના લાઇસન્સ માટે અરજી કરી!

Face Of Nation 24-07-2022 : સલમાન ખાનને થોડાં સમય પહેલાં જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ મુંબઈ પોલીસે તપાસ કરી હતી અને એક્ટરની સુરક્ષામાં વધારો કર્યો હતો. સલમાન ખાનને બિશ્નોઇ ગેંગ તરફથી ધમકી આપવામાં આવી હતી. સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નરને મળવા ગયો હતો અને લાઇસન્સ હથિયારની અરજી અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે.
સલમાન મુંબઈ પોલીસ કમિશ્નરને મળ્યો
સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકરને મળ્યો હતો. સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. આ અરજીમાં સલમાને હથિયારના લાઇસન્સની ડિમાન્ડ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ લેવા માગે છે. માનવામાં આવે છે કે સલમાને આ અંગે મુંબઈ પોલીસ કમિશ્નર સાથે વાત કરી હશે. જોકે, આ હજી સુધી એક્ટર કે પોલીસે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી કે બંને વચ્ચે આખરે શું વાત થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).