Face of Nation 25-07-2022 : બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટ-વિકીને સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રૂઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
ફરિયાદમાં વિકી કૌશલે શું કહ્યું?, માલદીવ્સથી પરત ફર્યા
ફરિયાદમાં વિકી કૌશલે કહ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લાં ઘણાં દિવસોથી આ વ્યક્તિ કેટરીનાની સોશિયલ મીડિયા એક્ટિવિટી પર સતત નજર રાખી રહ્યો હતો. તેણે સો.મીડિયામાં કેટ તથા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. તો બીજીતરફ વિકી કૌશલના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ‘સામ બહાદુર’, ‘ગોવિંદા નામ મેરા’ તથા સારા અલી ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે. કેટરીનાની વાત કરીએ તો તે ‘ટાઇગર 3’ તથા ‘ફોનભૂત’માં જોવા મળશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News વિકી કૌશલ-કેટરિનાને જાનથી મારી નાખવાની ધમકી : એક્ટરે મુંબઈના સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં...