Face of Nation 25-07-2022 : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠામાં 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે.
બનાસકાંઠા-સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી
આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).