Face of Nation 25-07-2022 : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 842 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 250 કેસ નોંધાયા છે. મહેસાણામાં કોરોના વિસ્ફોટ થયા જેવી સ્થિતિ છે. જિલ્લામાં કુલ 106 કેસ નોંધાય છે. રાજ્યમાં કુલ 598 દર્દી સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.66 ટકા થયો છે. તો નવા એક્ટિવ કેસ 5714 થયાં છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 48 હજાર 487ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 960 સ્થિર રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 31 હજાર 813 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે, 8 દર્દી વેન્ટિલેટર પર છે અને 5706 દર્દીઓની હાલત સ્થિર છે.
23મીએ 5 મહિના બાદ 900 કેસ
રાજ્યમાં 158 દિવસ એટલે કે 5 મહિના બાદ 23મી જુલાઈએ 900થી વધુ 937 કેસ નોંધાયા હતા. અગાઉ 15મી ફેબ્રુઆરીએ 998 કેસ નોંધાયા હતા. 22મી જુલાઈએ 3 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે છેલ્લે 25મી ફેબ્રુઆરીએ 5ના મોત થયાં હતાં. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).