Face of Nation 25-07-2022 : પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુરમાં બાળકીને ઠપકો આપવાને લઈને વિશેષ સમાજના લોકોએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકો સ્કૂલમાં ઘુસી ગયા હતા અને શિક્ષિકાને મારવાનું શરૂ કર્યું હતું. ઘણા સમય સુધી હંગામો થયો હતો. પોલીસે 35 લોકો સામે FIR કરી છે અને 4 લોકોની ધરપકડ કરી છે.
શિક્ષિકા સાથે ખરાબ ભાષામાં વાત કરવા લાગ્યા
બીજીતરફ આ ઘટના હિલી પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિમોહિના પ્રતાપ ચંદ્ર હાઈસ્કૂલમાં બની હતી. વિદ્યાર્થિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. જાણવા મળ્યું છે કે ત્રણ દિવસ પહેલા સ્કૂલની શિક્ષિકાએ બાળકીને ઠપકો આપ્યો હતો. તે પછીના દિવસે વિદ્યાર્થિનીના ઘરવાળા અમુક લોકો સાથે સ્કૂલમાં આવ્યા હતા. શિક્ષિકા સાથે ખરાબ ભાષામાં વાત કરવા લાગ્યા હતા. આ બાબતે વિરોધ કરતા તેઓએ શિક્ષિકાને નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. ફરિયાદ પછી કાર્યવાહી કરાઈ છે. બનાવની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાને શાંત પાડ્યો હતો. શિક્ષિકા સાથે અશોભનિય વર્તનનો લોકોએ ભારે વિરોધ કર્યો છે. લોકોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભાજપના સાંસદે પોલીસ સામે સવાલ ઉઠાવ્યા
ભાજપના સાંસદ સુકાંત મજુમદારે આ વિસ્તારની મુલાકાત લીધી. તેમણે શિક્ષિકા સાથે આવું વર્તન કરનારાઓ સામે કડક સજાની માંગ કરી. તેમણે કહ્યું હતું કે શિક્ષક માટે દરેક વિદ્યાર્થી તેનો પોતાનો હોય છે. મને આશ્ચર્ય છે કે સ્કૂલના પ્રિન્સિપાલે રિપોર્ટ ન નોંધાવ્યો. પોલીસમાં પણ કેસ નોંધવાની હીંમત ન ચાલી. લોકોએ ચક્કાજામ કર્યો ત્યારે પોલીસ એક્ટિવ થઈ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).