Face of Nation 25-07-2022 : બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સન્માન પત્ર આપ્યું છે. સૂત્રોના મતે, અક્ષય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી સૌથી વધુ ટેક્સ ભરનાર સેલેબ્સ છે. આ જ કારણે તેને સન્માનિત કરવામાં આવ્યો છે.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે સન્માનિત કર્યો
સન્માન પત્ર અક્ષય કુમારની ટીમે રિસીવ કર્યું હતું, કારણ કે અક્ષય કુમાર હાલમાં અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે ઇંગ્લેન્ડ ગયો છે. છેલ્લાં પાંચ વર્ષથી અક્ષય સૌથી વધુ ટેક્સ ભરનારની યાદીમાં સામેલ છે. તો બીજીતરફ એક્ટરના નિકટના સૂત્રોએ કહ્યું હતું કે અક્ષય પાસે ઘણી ફિલ્મ છે. આ સાથે જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની પણ સારી ઑફર્સ છે. ભારતમાં સૌથી વધુ ટેક્સ ભરનારની યાદીમાં અક્ષય કુમારનું નામ કોઈ નવાઈ પમાડે તેવું નથી.
અક્ષયઃ લોકો મારી ઈર્ષ્યા કરે છે
ઉલ્લેખનીય છે કે કરન જોહરના શો ‘કૉફી વિથ કરન’માં સામંથા રૂથ પ્રભુ સાથે અક્ષય કુમાર આવ્યો હતો. કરને અક્ષયને સવાલ કર્યો હતો કે તેને પોતાનાથી નાની ઉંમરની એક્ટ્રેસ સાથે કામ કરવા માટે ટ્રોલ કરવામાં આવે છે. આ અંગે એક્ટરે કહ્યું હતું કે લોકો તેની ઈર્ષ્યા કરે છે. તે 55 વર્ષનો લાગે છે ખરાં? તેને આ વાત જ સમજમાં આવતી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).