Home Gujarat ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 35 ડેમ ઓવરફ્લો, 207 ડેમમાં 60 ટકા...

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 35 ડેમ ઓવરફ્લો, 207 ડેમમાં 60 ટકા પાણી, જુલાઇમાં જ સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો!

Face of Nation 27-07-2022 : ગુજરાતમાં ચોમાસાની પહેલી જ સિઝનમાં અત્યારસુધી 22 ઈંચ સાથે મોસમનો 66 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જુલાઇ માસમાં જ સીઝનનો 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો હોય તેવું 2017ના વર્ષ બાદ પ્રથમવાર બન્યું છે. એ વખતે જુલાઇના અંત સુધીમાં 26 ઈંચ સાથે સીઝનનો 81 ટકા વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગત વર્ષે 25મી જુલાઇ સુધીમાં રાજ્યમાં સીઝનનો 27 ટકા વરસાદ માંડ વરસ્યો હતો.રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે જળાશયોમાં 25મી જુલાઈ સુધીમાં 60.08 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,11, 555 MCFT એટલે કે કુલ સંગ્રહ શક્તિના 63.32 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ
35 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 33 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 41 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 56 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. રાજ્યમાં 35 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 18 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 08 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 14 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).