Face Of Nation:વડોદરા શહેર નજીક આવેલા બાજવા રેલવે સ્ટેશનના ગરનાળા પાસે સીએનજી ગેસના 56 સિલિન્ડર ભરેલી ટ્રક પલટી ખાઇ ગઇ હતી. જેમાં બેઠેલા પિતા-પુત્ર ટ્રકમાં ફસાઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી. અને રેસ્ક્યૂ કરીને બંનેને બહાર કાઢ્યા હતા. અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અદાણી ગેસની સીએનજી ભરેલી ટ્રક લઇને પ્રતિક પટેલ અને તેના પિતા સતિષભાઇ પટેલ વડોદરાથી અમદાવાદ જઇ રહ્યા હતા. ટ્રક પ્રતિક ચલાવી રહ્યો હતો અને તેના પિતા સતિષભાઇ બાજુમાં બેઠા હતા. આ સમયે પ્રતિકે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા દેતા ટ્રક પલટી ખાઇ ગઇ હતી. જેમાં પિતા અને પુત્ર બંને ફસાઇ ગયા હતા. પ્રતિકના બંને ફસાઇ જતા તે નીકળી શકે તેવી સ્થિતિમાં જ નહોતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક રેસ્ક્યૂ ટુલ્સની મદદથી પિતા-પુત્રનને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. અને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ અદાણી કંપનીની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને ગેસ લીકેજ ન થાય તે માટે સાવચેતીના પગલાં લઇને ચેકિંગ શરૂ કરી દીધુ હતું. આ ઘટનામાં ગેસ લીકેજ ન થતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.