Home Politics જૂનાગઢ મનપાની ચૂંટણી:54 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય,4 બેઠક એનસીપીને તો 1...

જૂનાગઢ મનપાની ચૂંટણી:54 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય,4 બેઠક એનસીપીને તો 1 બેઠક કોંગ્રેસને ફાળે ગઈ

Face Of Nation:જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે આ સાથે જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. રાજ્યમાં જુદી જુદી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી અને પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં કેસરિયો લહેરાયો છે.

જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં 59 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં 54 બેઠકો પર ભાજપનો વિજય થયો છે જયારે 4 બેઠક પર એનસીપી અને 1 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. ગાંધીનગર મહાનગર પાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી જેમાં ભાજપનો વિજય થયો છે. રાજ્યની 5 જિલ્લા પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ બેઠકો પર ભાજપનો વિજ થયો છે. જયારે 46 બેઠકો પર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં 18 બેઠક પર ભાજપ, 7 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર અપક્ષનો વિજય થયો છે. આમ ભાજપે 111 બેઠકો પરથી 96 બેઠકો પર જીત મેળવી છે.જૂનાગઢમાં વર્ષ 2014માં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 44 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં ભાજપે 54 બેઠકો જીતી ઇતિહાસ રચ્યો છે. 60 બેઠકો ધરાવતી મનપામાં ભાજપની પ્રચંડ જીતને ઉજવવા માટે સીએમ રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણી આવતીકાલે જૂનાગઢ જશે. જૂનાગઢમાં વિજય સરઘસ અને સભાનું આયોજન રાખવામાં આવ્યું છે.