Home Gujarat ફફડાટ : લમ્પી’ના કારણે પશુપાલકોની માઠી દશા, સૌરાષ્ટ્ર-કચ્છમાં દૈનિક 65 હજાર કિલો...

ફફડાટ : લમ્પી’ના કારણે પશુપાલકોની માઠી દશા, સૌરાષ્ટ્ર-કચ્છમાં દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી, 20 જિલ્લાના 2,000થી વધારે ગામમાં લમ્પી વાયરસનું સંક્રમણ પ્રસર્યું!

Face Of Nation 03-08-2022 : ગુજરાતના 20 જિલ્લાના 2 હજારથી વધારે ગામમાં લમ્પી વાયરસનું સંક્રમણ પ્રસર્યું છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં લમ્પી સંક્રમણના કારણે દૈનિક 65 હજાર કિલો દૂધની આવક ઘટી ગઈ છે.જેમાં કચ્છમાં સૌથી વધારે 20 હજાર કિલો દૂધનું ઉત્પાદન રોજ ઓછું થવા લાગ્યું છે.લમ્પીના કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં 5 ટકાથી લઈને 27 ટકા સુધીનો ઘટાડો સામે આવ્યો છે. પશુપાલકો રોગચાળો વકરતા મહામૂલા પશુધનને બચાવવાને લઈ ચિંતિત બન્યા છે.લમ્પી સંક્રમિત પશુઓને ભૂખ ન લાગતી હોવાતી દૂધ ઉત્પાદનમાં સતત ઘટતું હોવાનો તબીબોનો અભિપ્રાય છે.
લમ્પી વાયરસથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો
પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસથી પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.રાજ્યના 20 જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે..પશુપાલન વિભાગના આંકડા પ્રમાણે 20 જિલ્લાના 2189 ગામોમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે.આ વાયરસથી અત્યાર સુધીમાં 57 હજાર 677 પશુઓ અસરગ્રસ્ત થયા છે.તો લમ્પીના કારણે 1,639 પશુઓનાં મૃત્યુ થયા છે.લમ્પી વાયરસનો સૌથી વધુ કહેર કચ્છ જિલ્લામાં જોવા મળ્યો છે.કચ્છ જિલ્લામાં 38 હજાર 141 પશુઓ અસરગ્રસ્ત થયા છે.જ્યારે 1190 પશુઓ મોતને ભેટ્યા છે.લમ્પી વાયરસને રોકવા માટે રાજ્યમાં કુલ 11 લાખ 68 હજાર 605 પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.તો રસીકરણ બાદ 41 હજારથી વધુ પશુઓ સાજા થયા છે…જ્યારે 14,973 પશુઓ હજુ પણ સંક્રમિત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).