Home News 20 લાખથી વધુ ભક્તો જન્માષ્ટમીની ઉજવણી કરવા પહોંચ્યા મથુરા : ઢોલ-નગારાંથી ગુંજી...

20 લાખથી વધુ ભક્તો જન્માષ્ટમીની ઉજવણી કરવા પહોંચ્યા મથુરા : ઢોલ-નગારાંથી ગુંજી જન્મભૂમિ; 100 ગાયના દૂધથી કરાયો ભગવાનનો અભિષેક!

Face Of Nation, 20-08-2022 : ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થઈ ગયો. આ સાથે જ મથુરાના મંદિરો ઘંટારવથી ગૂંજી ઉઠ્યા. સમગ્ર શહેરમાં નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કીની ગૂંજ સાંભળવા મળી. 20 લાખથી વધુ ભક્તો મથુરામાં જન્માષ્ટમી મનાવવા પહોંચ્યા છે. શ્રી કૃષ્ણ જન્મભૂમિમાં વૈદિક મંત્રો વચ્ચે 1008 કમળ પુષ્પો અર્પિત કરવામાં આવ્યા. ભગવાનને ગર્ભગૃહની બહાર લાવીને 100 ગાયોના 1100 લિટર દૂધથી અભિષેક કરવામાં આવ્યો.
યોગીએ 12 મિનિટ સુધી જન્મસ્થળમાં પૂજા કરી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કૃષ્ણ જન્મસ્થળ મંદિરમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને 12 મિનિટ સુધી પૂજા કરી. જય-જય શ્રીરાધે, વૃંદાવન બિહારી લાલની જયકારા થયા. મથુરા-વૃંદાવનમાં તેમની મુલાકાત લગભગ સાડા કલાક સુધી રહી હતી. મુખ્યમંત્રી યોગીએ 25 ઈલેક્ટ્રિક બસને ગ્રીન સિગ્નલ આપી રવાના કરી. આ પહેલાં તેમને સંતોનું સન્માન કર્યું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).