Face Of Nation:વ્હાઇટ હાઉસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા એ નિવેદન પર સ્પષ્ટતા કરી છે જેમાં તેઓએ કહ્યું હતું કે આ મામલામાં મધ્યસ્થતા માટે તૈયાર છે. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે ભારત અને પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે અને બંને દેશ તેને જાતે ઉકેલે.
ટ્રમ્પે આ વિવાદસ્પાદ નિવેદન બાદ વ્હાઇટ હાઉસના પ્રવક્તાને સવાલ કરવામાં આવ્યો કે શું કાશ્મીરને લઈ અમેરિકાની નીતિ બદલાઈ ગઈ છે. તેની પર પ્રવક્તાએ કહ્યું કે, કાશ્મીર બંને દેશો માટે દ્વિપક્ષીય મુદ્દો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બંને દેશોની વચ્ચે વાતચીતનું સ્વાગત કરશે. અમેરિકા આ વાતચીતમાં મદદ કરવા માટે તૈયાર છે.વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી. મંત્રાલયે કહ્યું છે કે પીએમ મોદીએ મધ્યસ્થતાની કોઈ વાત નથી કહી. એટલું જ નહીં ભારતે સ્પષ્ટ કહ્યું છે કે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય વાતચીત થશે.વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેઓ પોતાના વલણ પર કાયમ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ટિપ્પણીને જોઈ કે તેઓ કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન દ્વારા અનુરોધ કરાતાં મધ્યસ્થતા માટે તૈયાર છે.નોંધનીય છે કે, ખોટા નિવેદન આપવાના કારણે ન્યૂઝમાં રહેનારા ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું. ટ્રમ્પે એક સવાલના જવાબમાં કહ્યું કે, જો હું મદદ કરી શકું છું. તો હું મધ્યસ્થ બનવાનું પસંદ કરીશ. જો હું મદદ માટે કંઈ પણ કરી શકું તો મને જણાવો.
ટ્ર